15 મી ઓગસ્ટ નિબંધ | સ્વતંત્રતા દિવસ વિશે ગુજરાતી નિબંધ | 15 August Gujarati Nibandh | Independence Day Essay In Gujarati

Independence Day Essay In Gujarati

 

શું તમે ગુજરાતીમાં 15 મી ઓગસ્ટ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્વતંત્રતા દિવસ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે 15 August Gujarati Nibandh ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના :-

સ્વતંત્રતા કોને પ્રિય ના હોય. પશુ,પક્ષી અને સંપૂર્ણ જીવનસૃષ્ટિ નો વિકાસ સ્વાતંત્ર રહેવા, બોલવા, અને વિચાર થી જ સંભવ છે. આજ કારણ છે કે, ૧૫૦ વરસ પેહલાની ગુલામી ની સાંકળ માં જકડાયેલા ભારતીયો એ ભેગા મળીને સ્વાતંત્રતા માટે અહિંસક સંઘર્ષ મહાત્મા ગાંધી ના નેતૃત્વ હેઠળ કર્યો અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ અંગ્રેજો ની ગુલામી માથી છૂટી સ્વાતંત્ર થયા. ભારત નિર્ભર બન્યું. આપણા દેશમાં આપનું રાજ આપણે મેળવ્યું. અંગ્રેજ સામ્રાજ્ય સાથે ટક્કર લેવા વાળા ભારત માતા ના સુપુત્રો નું બલિદાન રંગ લાવ્યું અને શહીદો ની દેશભક્તિ,તેમની મૂક સહાદત થી આ દિવસ ૧૫ મી ઓગષ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર બની ગયો.

૧૫ મી ઓગષ્ટ ની રજા ક્યાં-ક્યાં સ્થળે હોય.?

૧૫ મી ઓગષ્ટ નો દિવસ પ્રત્યેક ભારતવાસી માટે મહત્વપૂર્ણ ખુશી નો દિવસ છે. આ દિવસ સ્વતંત્રા નો ઉત્સવ દરવરસે ઉજ્વવામાં આવે છે. કારણકે, આ દિવસ નું મહત્વ આપણે ક્યારેય ના ભૂલી સકિએ. આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આ તહેવાર ને સરકાર અને જનતા બને ધૂમધામ થી ઉજવે છે. આ દિવસે બધા માટે રજા હોય છે. સ્કૂલ,કોલેજ,ઓફિસ, દુકાન, બજાર અને બધી સરકારી અને અર્ધસરકારી કાર્યાલય,કારખાના બન રહે છે.

૧૫ મી ઓગષ્ટ ની ઉજવણી ની તૈયારીઓ.

આ દિવસે વેહલી સવાર માં પ્રભાતફેરી કાઢવામાં આવે છે. ધ્વજવંદન કરવામાં આવે છે. ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે. સ્કૂલ, કોલેજો માં વિવિધ પ્રકાર ની પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવે છે. અને વિજય મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિની ને ઈનામ આપવામાં આવે છે.દિલ્હી ના લાલકિલ્લા પર પ્રધાનમંત્રી ધ્વજ લહરાવે છે અને સેના ના જવાનો સલામી આપે છે. રાષ્ટ્રીય ધ્વજ ને ૨૧ તોપો ની સલામી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવેલી જનતાને સંબોધન કરી દેશ માટે સંદેશ આપે છે. ''જય હિન્દ'' ના નારા સાથે સમગ્ર આકાશ ગુંજી ઊઠે છે.

સાંજે દિવડા પ્રગટાવમાં આવે છે. તે જોવા માટે નાના મોટા સૌ આવે છે. રાતે મેળા જેવુ લાગે છે. સરકારી મકાનો અને ખાસ કરીને મોટા મોટા ભવનો ની સોભા જોવા લાયક હોય છે. પૃથ્વી પર પથરાયેલ આ અદ્ભુત દ્રશ્ય જોવા ખુબજ ભીડ જામે છે. આ દિવસે રાજધાની દિલ્હી નો રંગ તો જોવાલાયક હોય છે.

૧૫ મી ઓગષ્ટે શહિદ થયેલ અમર દેશભકતો

આ દિવસ આપણને ૧૫૦ વરસ પહેલા ની ગુલામી થી સ્વાતંત્રતા માટે લડતા શહીદો/વીર જવાનો પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલ અકલ્પનીય અત્યાચાર ની યાદ અપાવે છે. આ દિવસે આપણે પૂજ્ય બાપુ, જાસી ની રાની લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા મહાનુભવો ને યાદ કરીયે છીયે અને આપણને આઝાદી અપાવવામાં તેમની સહાદત ને આપણે યાદ કરીએ છીએ.તેઓની યાદ આપણાં હદય માં દેશભક્તિ નો ભાવ અને પ્રેમ ભરી દે છે, જેનાથી આપણને હિમ્મત મળે છે. આપણને પ્રેરણા મળે છે.

ઉપસંહાર :-

આપણે આ સ્વતંત્રતા ને જાળવવા સંપ્રદાયિક એકતા જાળવી રાખવી જોઇયે, ધાર્મિક, આર્થિક અને સામાજીક સ્થિતિ સુધારવા માટે એક રહીએ અને આપણાં દેશ ને આદર્શ દેશ બનાવીએ. ભારત ની સુરક્ષા મજબૂત બનાવીએ. ભારત ની સભ્યતા અને સંસ્કૃતિ ને જીવંત રાખીએ ત્યારે જ આપણે સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે તેમ કહેવાય.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement