પ્રસ્તાવના :-
જન્માષ્ટમી ના તહેવાર ને ભગવાન શ્રીક્રુષ્ણ ના જન્મદિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ તહેવાર આખી દુનિયા માં સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધા થી ઉજવામાં આવે છે. જન્માષ્ટમી ને ભારત માં જ નહીં,પરંતુ વિદેશ માં વસવાટ કરતાં ભારતીયો પણ આસ્થા અને શ્ર્દ્ધા થી ઉજવે છે. શ્રીકૃષ્ણ યુગોયુગ થી આપણી આસ્થા નું કેન્દ્ર રહ્યા છે. તેઓ ક્યારેક યશોદા માતા ના લાલ હતા,તો ક્યારેક વ્રજ ના નટખટ કૃષ્ણ.
જન્માષ્ટમી ક્યારે અને કેમ ઉજવવામાં આવે છે.?
ભગવાન શ્રીકૃષ્ણ ના જન્મદિવસ ને ખૂબ ધામધૂમ થી ઉજ્વવામાં આવે છે. જન્માષ્ટમી પર્વ ભગવાન શ્રીકૃષ્ણ ના જન્મદિવસ ના રૂપે ઉજ્વવામાં આવે છે. જે રક્ષાબંધન પછી ભાદરવા મહિના ની આઠમ ના દિવસે ઉજ્વવામાં આવે છે. શ્રીકૃષ્ણ દેવકી અને વાસુદેવ ના આઠમા પુત્ર હતા. મથુરા નગરી ના રાજા કંસ હતા,જે ખૂબ જ અત્યાચારી હતો. તેના અત્યાચાર દિવસે ને દિવસે વધતાં જતાં હતા. એકવાર આકાશવાણી થઈ કે તેમની બહેન દેવકી નું આઠમું સંતાન તેમનો વધ કરશે. તે સાંભળી રાજા કંસે તેની બહેન દેવકી ને તેના પતિ વાસુદેવ સહિત કાળકોઠરી માં પૂરી દીધા,કંસે દેવકી ના આઠમાં બાળક ક્રુષ્ણ પહેલા સાત બાળકો ને મારી નાખ્યા હતા. જ્યારે દેવકી યે શ્રીક્રુષ્ણ ને જન્મ આપ્યો,ત્યારે ભગવાન વિષ્ણુ યે વાસુદેવ ને આદેશ આપ્યો કે તે શ્રીકૃષ્ણ ને ગોકુળ માં યાસોદા માતા અને નંદબાબા ના પાસે મૂકી આવે,જ્યાં તે પોતાના મામા કંસ થી સુરક્ષિત રહેશે. શ્રીકૃષ્ણ નું પાલનપોષણ યશોદા માતા અને નંદબાબા ની દેખરેખ માં થયું. બસ,તેમની જન્મ ની ખુશી માં જન્માષ્ટમી નો તહેવાર ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમીની તૈયારીઑ :-
શ્રીક્રુષ્ણ જન્માષ્ટમી ના દિવસે ખાસ મંદિરો ને સણગારવા માં આવે છે. જન્માષ્ટમી ના દિવસે આખો દિવસ વ્રત નું વિધાન છે. જ્ન્મષ્ટમી ના દિવસે બધા રાતે બાર વાગ્યા સુધી વ્રત રાખે છે. આ દિવસે મંદિરો માં જાંખિયા સજાવવા માં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણ ને પારણે જુલાવવા માં આવે છે અને રાસલીલા નું આયોજન કરવામાં આવે છે.
દહીહાંડી / મટકીફોડ પ્રતિયોગિતા :-
જન્માષ્ટમી ના દિવસે દેશ માં અનેકો જગ્યા પર દહીહાંડી પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવે છે. દહીહાંડી ની પ્રતિયોગિતા માં બધી જગ્યા ના બાળ-ગોવિંદ ભાગ લે છે. છાસ,દહી અને માખણ થી ભરેલી મટુકી દોરડા ની મદદ થી આકાશ માં લટકાવા માં આવે છે નંદ ઘેર આનદ ભયો ના નાદ સાથે બાળ-ગોવિંદ દ્વારા મટકી ફોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. દહીહાંડી પ્રતિયોગિતા માં વિજેતા ટીમ ને ઈનામ આપવામાં આવે છે.
ઉપસંહાર :-