રક્ષાબંધન પર નિબંધ | Rakshabandhan Par Nibandh | Raksha Bandhan Essay In Gujarati

 

Rakshabandhan Par Nibandh

શું તમે ગુજરાતીમાં રક્ષાબંધન પર નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો રક્ષાબંધન નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Rakshabandhan Par Nibandh ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના :-

રક્ષાબંધનનો તહેવાર ભારતના તહેવાર માં નો એક પ્રાચીન તહેવાર છે. રક્ષાબંધન એટલે રક્ષા નું બંધન,એક એવું બંધન જે ભાઈને બધી જ તકલીફો થી દૂર રાખે છે. આ તહેવાર ભાઈ બહેન વચ્ચે પવિત્ર સંબંધનો પ્રતીક છે. રક્ષાબંધન એક સામાજિક,પૌરાણિક,ધાર્મિક અને ઐતિહાસિક લાગણીઓના દોરાથી બનેલું એવું પવિત્ર બંધન છે કે, જેથી રક્ષાબંધન માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને મોરેશિસ માં પણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારને આપણે ભારતવાસીઓ સદીઓથી ઉજવતા આવ્યા છીએ. આજના સમયમાં આ તહેવાર ના દિવસે બહેન પોતાના ભાઈના ઘરે રાખડી અને મીઠાઈઓ લઈ જાય છે. ભાઈ રાખડી બંધાવ્યા પછી પોતાની બહેનને દક્ષિણા સ્વરૂપે પૈસા અથવા ભેટ આપે છે.

રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવે છે?

રક્ષાબંધન એક હિંદુ તથા જૈન તહેવાર છે, જે દર વર્ષે શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈ ના જમણા હાથ પર એક પવિત્ર દોરો એટલે કે રાખડી બાંધે છે અને ભાઈ ના સ્વસ્થ અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. ત્યારે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. રાખડી કાચા સુતરાઉ ના સસ્તા દોરાથી લઈને રંગબેરંગી દોરા તથા સોના ચાંદીની પણ હોય છે. રાખડી માત્ર ભાઇ-બહેન વચ્ચેનું પવિત્ર કાર્ય નથી પરંતુ દેશની રક્ષા, પર્યાવરણની રક્ષા, હિતોની રક્ષા વગેરે માટે પણ બાંધવામાં આવે છે.

ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક :-

આમ તો ભાઈ-બહેનનો સંબંધ ખુબ જ ખાસ હોય છે,જેવી રીતે તે બંને એકબીજાની ચિંતા કરે છે તેનું કોઈ માપન કરી શકાતું નથી.ભાઈ બહેન વચ્ચે નો સબંધ અતુલ્ય છે, તેઓ ભલે નાની નાની વાત પર ઝઘડો કરે પરંતુ તેઓ એકબીજા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ સમય જાતાં આ સંબંધ વધારે મજબૂત થતો જાય છે. મોટાભાઈ પોતાની બહેનના રક્ષણ માટે હંમેશા તૈયાર હોય છે, આવી જ રીતે મોટી બહેન પણ પોતાના નાના ભાઈને માર્ગદર્શન આપવા હંમેશા તૈયાર હોય છે.ભાઈ-બહેનના આ પ્રેમના કારણે આ તહેવાર ઉજવવામાં આવે છે, રક્ષાબંધનનો તહેવાર દરેક ભાઈ બહેન માટે ખુબ જ કીમતી હોય છે.આ તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ,એકતા અને વિશ્વાસ નું પ્રતિક છે.

રક્ષાબંધન ની તૈયારી :-

સવારમાં વહેલા નાહી છોકરીઓ અને મહિલાઓ તૈયાર થઈ પૂજાની થાળી તૈયાર કરે છે. થાળીમાં રાખડી સાથે કંકુ, હળદર, ચોખા, દીવડો, મીઠાઈ, ફુલ અને થોડા પૈસા હોય છે. છોકરાઓ અને પુરુષો તૈયાર થઈ રાખડી બંધાવવા માટે નિયુક્ત જગ્યા પર બેસે છે. પહેલા ભગવાનની પૂજા કરે છે ત્યારબાદ હળદર અથવા કંકુથી ભાઈને ચાંદલો કરી એના પર ચોખા લગાવે છે અને માથા પર ફૂલો તથા ચોખા ઉડાડી ભાઈ ના દુખડા લે છે. અને દીવો પ્રગટાવી ભાઈની આરતી ઉતારે છે. પછી જમણા હાથ પર રાખડી બાંધે છે. ભાઈ બહેનોને પૈસા અથવા ભેટ આપે છે. આ મુજબ રક્ષાબંધન ઉજવી પછી જ તેઓ ભોજન કરે છે.


બધા જ તહેવાર મુજબ ભેટો તથા ખાવાપીવા માટે વિશેષ વ્યંજનોનું મહત્વ રક્ષાબંધન માં પણ હોય છે. સામાન્ય રીતે બપોરનું ભોજન મહત્વપૂર્ણ હોય છે અને રક્ષાબંધન પૂર્ણ થાય ત્યાં સુધી બહેન દ્વારા વ્રત રાખવાની પરંપરા છે. આ તહેવાર ભારતના સમાજમાં એટલા ઊંડે સુધી સમાવેશ થયેલ છે કે તેનું સામાજિક મહત્વ તો છે જ પરંતુ ધર્મ, ઇતિહાસ, સાહિત્ય તથા પુરાણો પણ એનાથી અજાણ નથી.

રક્ષાબંધનનું મહત્વ :-

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા ની પરંપરા બહુ જ જૂની છે રક્ષાબંધન એક રક્ષા નો સંબંધ છે જ્યાં ભાઈ બહેન એકબીજા પ્રત્યે પ્રેમ અને કર્તવ્યનું પાલન, રક્ષા કરવાનું ઉત્તરદાયિત્વ લે છે અને રક્ષાબંધન ઉજવે છે.જૈન ધર્મમાં પણ રાખડીનુ ખૂબ જ મહત્વ છે.એ વાત જરૂરી નથી કે બહેન રાખડી બાંધે તે તેમનો સગો ભાઈ હોય, છોકરીઓ બધાને રાખડી બાંધી શકે છે અને બધા તેના ભાઈ બની જાય છે.આ દિવસે ભાઈ દરેક પરિસ્થિતિમાં બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષાબંધનનો પૌરાણિક પ્રસંગ :-

રક્ષાબંધનનો તહેવાર ક્યારે શરૂ થયો તે કોઇ નથી જાણતું. પરંતુ ભૂતકાળના વર્ણનમાં જાણવા મળ્યું છે કે દેવો અને દાનવો માં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે દાનવો ભારે શક્તિશાળી જણાયા. ભગવાન ઇન્દ્ર બીક ના લીધે બૃહસ્પતિ ના પાસે ગયા. ત્યાં બેઠા ઇન્દ્રના પત્ની આ બધુ સાંભળી રહ્યા હતા. તેમણે મંત્રો થી બનેલ રેશમ નો દોરો તેમના પતિ ના હાથ માં બાંધી દીધો, સંયોગ અનુસાર તે પુનમ નો દિવસ હતો. લોકો નો વિશ્વાસ હતો કે ઇન્દ્ર આ યુદ્ધ માં આ મંત્ર શક્તિ વાળા દોરા ના લીધે વિજય થયા. તે દિવસ થી શ્રાવણ મહિના ની પૂનમ ના દિવસે આ તહેવાર ઉજવામાં આવે છે. આ દોરો ધન, શક્તિ, સુખ અને વિજય અપાવવા માટે સંપૂર્ણ માનવમાં આવે છે. ઇતિહાસ માં ભગવાન શ્રી ક્રુષ્ણ અને દ્રોપતિ જી ની વાર્તા પ્રસિદ્ધ છે, જેમાં જ્યારે કૃષ્ણજીએ સુદર્શન ચક્ર થી શિશુપાલ વધ કર્યો હતો ત્યારે તેને તર્જની આંગળી માં લાગ્યું હતું. દ્રૌપદી એ ત્યારે તેમની સાડી ફાડી ને તેમની આંગળી પર બાંધી દીધી, અને આ ઉપકારને બદલે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને ગમે તે સંકટ સમયે સહાયતા કરવાનું વચન આપ્યું, આ વચન અનુસાર શ્રીકૃષ્ણ એ ચીરહરણ દરમિયાન તેમના ચીર પૂર્યા હતા.

રક્ષાબંધનનો ઐતિહાસિક પ્રસંગ :-

રાજપુત જ્યારે યુદ્ધમાં જતા હતા ત્યારે મહિલાઓ તેમના માથા પર તિલક લગાડી તેની સાથે હાથ ઉપર રેશમનો દોરો બાંધી હતી. એવા વિશ્વાસ સાથે કે આ દોરો તેને વિજય બનાવી પાછા લાવશે. રક્ષાબંધન સાથે એક પ્રસિદ્ધ વાર્તા જોડાયેલી છે. કહેવાય છે કે, મેવાડની રાણી કર્માવતી ને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલો કરવાની પૂર્વ સૂચના મળી હતી, રાણી લડાઈ માં અસમર્થ હતી, ત્યારે તેણે મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી રક્ષણની વિનંતી કરી હતી. હુમાયુએ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને મેવાડ પહોંચી બહાદુરશાહ વિરુદ્ધ મેવાડ તરફથી લડાઈ કરી કર્માવતી તેમજ તેમના રાજ્યની રક્ષા કરી હતી.

એક અન્ય પ્રસંગ અનુસાર સિકંદરની પત્નીએ પોતાના પતિના હિન્દુ શત્રુ પુરુવાસ ને રાખડી બાંધી પોતાનો માનીતો ભાઈ બનાવ્યો અને યુદ્ધ માં પોતાના પતિ સિકંદર ને ના મારવા નું વચન લીધું.સિકંદરે યુદ્ધ દરમિયાન હાથ પર બાંધેલ રાખડી અને બહેન ને આપેલ વચનનું માન રાખી સિકંદર ને જીવનદાન આપ્યું. મહાભારત માં પણ આ વાત નો ઉલ્લેખ થયો છે.

સ્વતંત્રતા સંગ્રામમાં રક્ષાબંધનની ભૂમિકા :-       

પ્રસિદ્ધ ભારતીય લેખક રવીન્દ્રનાથ ટાગોર નું માનવું છે કે,રક્ષાબંધન ફક્ત ભાઈ-બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો તહેવાર જ નથી પરંતુ આ દિવસે દેશના બધા લોકો સાથે સંબંધ મજબૂત કરવાનો દિવસ છે.આ લેખક બંગાળ ભાગલાની વાત સાંભળી તૂટી ચૂક્યા હતા.હિંદુ અને મુસલમાન ના વધતા જતાં ટકરાવ ના કારણે આ ભાગલા થવાના હતા. આ એ જ સમય હતો જ્યારે રવીન્દ્રનાથ ટાગોરે હિન્દુ મુસલમાનને એકબીજાની નજીક લાવવા રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું શરૂ કર્યું,તેમણે બંને ધર્મના લોકોને આ પવિત્ર દોરો એકબીજાને બાંધી તેમની રક્ષા કરવાનું કહ્યું,જેથી બન્ને ધર્મ વચ્ચેના લોકોનો સંબંધો ગાઢ થાય.પશ્ચિમ બંગાળમાં હાલમાં પણ લોકો એકતા અને સામાજ્યસ ને વધારવા પોતાના મિત્રો અને પાડોશીઓને રાખડી બાંધે છે.

રક્ષાબંધન ઉપર સરકારી પ્રબંધ:-

ભારત સરકાર ના પોસ્ટ વિભાગ દ્વારા આ અવસર પર દસ રૂપિયા વાળા આકર્ષક કવર નું વિતરણ કરવામાં આવે છે. કવર ની કિંમત પાંચ રૂપિયા અને પોસ્ટ વિભાગ નો ચાર્જ પાંચ રૂપિયા, તેમાં રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઈ ને માત્ર પાંચ રૂપિયામાં એક સાથે ત્રણ-ચાર રાખડીઓ મોકલી શકે છે. પોસ્ટ વિભાગ તરફથી બહેનો ને મળેલ ભેટ માં પચાસ ગ્રામ વજન સુધી ની રાખડીના કવર માત્ર પાંચ રૂપિયા થી મોકલી સકે છે, જ્યારે સામાન્ય વીસ ગ્રામ ના કવરમાં એકજ રાખડી મોકલી શકાય છે. આ સુવિધા ફક્ત રક્ષાબંધન પૂરતી જ હોય છે.રક્ષાબંધનના તહેવાર ઉપર વરસાદ ને ધ્યાનમાં લઈને પોસ્ટ વિભાગ દ્વારા ૨૦૦૭થી વરસાદથી ખરાબ ન થાય તેવા વોટર પ્રુફ કવર ઉપલબ્ધ કરાવ્યા છે. તેનો આકાર તથા ડિઝાઇન પણ અલગ છે જેના કારણે રાખડી તેમાં જાજી સલામત રહી શકે. સરકાર આ રક્ષાબંધનના તહેવાર પર દીકરીઓ તથા મહિલાઓ માટે નિશુલ્ક મુસાફરીની સુવિધા કરી આપે છે.જેથી બહેન ખર્ચો કર્યા વગર પોતાના ભાઈને રાખડી બાંધવા તેના ઘરે જઈ શકે છે. આ સુવિધા પણ ફક્ત રક્ષાબંધન સુધી જ અમલ માં હોય છે.

ઉપસંહાર :-

આજ આ તહેવાર આપણી સંસ્કૃતિ ની ઓળખાણ છે અને દરેક ભારતીય ને આ તહેવાર માટે ગર્વ છે. આજ કેટલાય ભાઈઓ ના હાથ પર રાખડી ફક્ત એટલા માટે નથી બંધાતી કારણકે તેમની બહેનને તેના માતા-પિતાએ આ દુનિયામાં જન્મ જ લેવા દેતા નથી. આ બહુ શરમ જનક વાત વાત છે કે જે દેશ માં કન્યા પૂજા નું વિધાન શાસ્ત્ર માં છે તે જ દેશ માં કન્યા ભ્રૂણ હત્યા ના કેસ સામે આવે છે. આ તહેવાર આપણને એ પણ યાદ અપાવે છે કે બહેનો આપણાં જીવન માં કેટલું મહત્વ ધરાવે છે.ભાઈઓ અને બહેનો માટે રક્ષાબંધન નું એક વિશેષ મહત્વ છે.આ તહેવાર માત્ર સામાન્ય લોકો દ્વારા જ નહીં પરંતુ દેવી દેવતાઓ દ્વારા પણ ભાઈ બહેનના પવિત્ર સબંધને કાયમ રાખવા માટે ઉજવામાં આવે છે.

રક્ષાબંધન નું ભાઈ બહેન માટે એક ખાસ મહત્વ છે કેટલાય ભાઈ બહેન એકબીજા ને વ્યાવસાયિક અને વ્યક્તિગત કારણોસર મળી સકતા નથી પરંતુ આ વિશેષ તહેવાર પર ચોક્કસ પણે સમય કાઢી આ તહેવાર ઉજવે છે,જે તેમનું મહત્વ દર્શાવે છે. આપણે આ મહાન અને પવિત્ર તહેવાર ના આદર્શો ની રક્ષા કરી ખુશી ખુશી આ તહેવાર ઉજવવો જોઇયે.  

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement