વિશ્વ આદિવાસી દિવસ નિબંધ | 9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસ | Vishv Adivasi Divas Nibandh In Gujarati | Essay On Vishv Adivasi Divas

વિશ્વ આદિવાસી દિવસ નિબંધ
"World Tribal Day: Know the Importance of Tribal Day in the Forest"

શું તમે ગુજરાતીમાં વિશ્વ આદિવાસી દિવસ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો 9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસ રજુ કર્યો છે અને છેલ્લે Vishv Adivasi Divas Nibandh In Gujarati | Essay On Vishv Adivasi Divas ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના :-

આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે, આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે. આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ હોય જેના પ્રત્યે સંવેદના છે, આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભકિત સમાજમાં છે, અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વહોરી લેનાર સમાજના સમરસ વિકાસ થશે. સોમનાથ મંદરિની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસી વીરોના બલિદાન એળે જવા દેવાશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામે લડયા હતા, ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કુરબાની આપી છે. અગાઉની સરકારોએ કયારેય આવા વીર સપૂતોને યાદ કર્યા નથી, પરંતુ આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરી આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો નિર્ણય કર્યો છે. તેથી જ આ દિવસને વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ઉજવાય છે જેથી કરીને આપણે આ દિવસે આદિવાસીઓ ને યાદ કરીએ..

વિશ્વ આદિવાસી દિવસ ઈતિહાસ | આદિવાસી નો ઇતિહાસ :-

માનનીય મહોદય સુ.શ્રી. દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રના સર્વોચ્ચ પદે પહોંચનારા સર્વપ્રથમ આદિવાસી બની રહ્યા છે. તે સાથે ઘણાને આદિવાસીઓના ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ જાગે તે સહજ છે.

વાસ્તવમાં દુનિયાભરના લગભગ તમામ દેશોમાં આદિવાસીઓ હોય જ છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા હોય કે જ્યાં રેડ ઇન્ડિયન્સ અને (દક્ષિણ)ના જંગલોમાં વસતા આદિવાસીઓ હોય પર્વતોમાં કે ઊંચા ઘાસના બીડોમાં કે રણોમાં પણ વસતા આદિવાસીઓ લગભગ દરેક દેશમાં મળી આવે છે. જો કે, પશ્ચિમના જગતમાં તો તેઓ આધુનિક જીવન સાથે એકરૂપ થઈ જતા યુરોપ તથા અમેરિકામાં તેઓને જુદા તારવવા મુશ્કેલ છે. યુરોપમાં તો તેઓ લગભગ જોવા જ મળતા નથી.

પરંતુ નગરજીવનમાં વ્યસ્ત તેવા અનેકોને તેમના જ દેશમાં વસતા આદિવાસીઓ વિષે પૂરી માહિતી હોવા સંભવ નથી.

ખરી વાત તો તે છે કે આદિવાસીઓને પણ તેઓની એક વિશિષ્ટ સંસ્કૃતિ છે, વિશિષ્ટ સમાજરચના છે. વિશિષ્ટ ઇતિહાસ પણ છે. જે તેઓની ચિત્રકલા ઉપરથી જાણી શકાય છે. તેઓની લોકવાર્તાઓ અને લોકગીતો ઉપરથી પણ જાણી શકાય છે.

ઉલ્લેખનીય તો તે છે કે, તેઓને આપણી ‘કહેવાતી’ સુધરેલી નગર સંસ્કૃતિ પસંદ નથી. તેઓનો સમાજ મજબૂત રીતે ગુંથાયેલો હોય છે. મોટા ભાગના તો જંગલોમાં, પર્વતોમાં, રણોમાં કે ઘાસના બીડોમાં રહેવાનું જ પસંદ કરે છે. તમોને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના સંથાલો, ભીલો વ.ને ખોટું બોલવું શું કહેવાય તેની માહિતી ન હતી તેઓની ટોળીઓ આપસમાં લડે તો સામેનાને કેટલાને મારી નાખ્યા તે ખુલ્લા મને કહે છે. ચોરી,બળાત્કાર વ. જણાતા નથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.  નગરવાસીઓના સંપર્કને લીધે જૂઠ તો પ્રસરી રહ્યું છે પરંતુ તે નજીવા પ્રમાણનું છે.

તે સમાજને પોતાના જ ‘કાનૂન’ હોય છે તેમાં કોઈ હસ્તક્ષેપ કરે તે સહી શકતા નથી. લગ્નથી શરૂ કરી અંતિમ ક્રિયા સુધીની તેમની પદ્ધતિ જ અલગ છે. હજી સુધી આંદામાન નિકોબારના આદિવસીઓ મૃતદેહને ઉંચા વૃક્ષ ઉપર બાંધે છે તેઓ માને છે કે તે દ્વારા મૃતકનો આત્મા જલ્દી સ્વર્ગે સિધાવશે.

આર.સી. મજુમદાર જેવા મહાન ઇતિહાસકાર જણાવે છે કે, ભારતના આદિવાસીઓને આત્મા વિષે પણ માહિતી હતી. ભગવાન શિવ અને ગણપતિના પૂજન અર્ચન પણ કરતા હતા. કંકુ, ચોખાથી પૂજન કરતા તેઓ સર્પનું પણ પૂજન કરતા આવી પૂજન વિધિ ભારતમાં આવેલા આર્યોએ સ્વીકારી. તેમના દેવોને પણ સ્વીકાર્યા ભગવાન શિવને દેવાધિદેવ કહ્યા. ગણપતિને પ્રથમેશ સૌથી પહેલા દેવ કહ્યા. ગણપતિ આદિવાસી સંસ્કૃતિ એ આર્ય સંસ્કૃતિ પર પ્રભાવ પાડયો તેના સંમિશ્રણથી જ વર્તમાન હિન્દુ ધર્મ રચાયો છે.

આદિવાસી નો અર્થ | આદિવાસી ના લક્ષણો :-

આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.

ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમજ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.

આદિવાસીઓની સામાજિક વ્યવસ્થા | આદિવાસી નો વ્યવસાય :-

આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.

આદિવાસીઓની ભાષા તથા વ્યાકરણ :-

આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.

આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત બોલી, વસાવા બોલી, કુકણા બોલી,ધોડીયા બોલી, ચૌધરી બોલી, રાઠવી, તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.

આદિવાસી પહેરવેશ અને આભૂષણો :-

સોળ હાથનો 'સારણો' (ચણિયો) એ આદિવાસી સ્ત્રીના પહેરવેશની વિશિષ્ટતા હતી અને હોળીના મહત્ત્વના તહેવારે પુરુષે આ 'સારણો' અવશ્ય સિવડાવી આપવો પડતો હતો. પરંતુ, 'સુધારા' અને 'સમયે' આ માપ ટૂંકું કરી દીધું છે. સ્ત્રીઓ ગળાથી કમર સુધી લીલા, વાદળી કે કાળા રંગની 'ઝૂલડી' પહેરતી હતી. પરંતુ, અત્યારે ટૂંકું પોલકું (બ્લાઉઝ) પહેરે છે. 'હારલા' (સાડલા)માથે ઓઢવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે. સ્ત્રીઓ ફૂલ-પાંદડાંની ભાતવાળો વાદળી, લીલો, લાલ સાડલો વધુ પસંદ કરે છે.

અન્ય સમાજની સ્ત્રીઓની જેમ આદિવાસી સ્ત્રીઓ આભૂષણો અને શણગારની શોખીન હોય છે અને વર્ષના ઋતુચક્ર પ્રમાણે આવતા સામાજિક-ધાર્મિક પ્રસંગોએ વિવિધ આભૂષણોથી દેહને શણગારે છે.

આદિવાસી સ્ત્રીઓનાં આભૂષણો ચાંદી, પિત્તળ, એલ્યુમિનિયમ, મણકા-મોતી અને વત્તા-ઓછા પ્રમાણમાં સોનાનાં હોય છે. પગનાં આભૂષણોને 'કરલાં' (કડલાં) અને 'તોરાં' (છડા) કહે છે. જે મોટા ભાગે ચાંદીનાં હોય છે. પગની આંગળીએ 'અગોઠિયા' (વીંટીઓ) પહેરે છે. હાથે ચાંદીનો કે હાથીદાંતનો 'સૂર' (ચૂડો) અને 'બલોયાં' (બલૈયાં) પહેરે છે. ઉપરાંત કાચની 'કાવરિયો' (બંગડીઓ) પહેરે છે. ગળામાં ચાંદીનો 'વારલો', મણકા-મોતીનું કલાત્મક 'હારિયું' (હાર) અને 'ગોલરાવાળું (ઝૂલવાળું) પાિટયું' પહેરે છે. કાનમાં ચાંદીનાં 'ડોણ્ના' (ડોરણાં) પહેરે છે.

આદિવાસીઓના પારંપરીક તહેવારો | આદિવાસી તહેવારો :-


આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.

(1) હોળી :-

હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.

(2) ઉંદરીયો દેવ :-

ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.

(3) પોહોતિયો :-

જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.

(4) નંદુરો દેવ :-

આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.

આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતિ આપી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાની સામે ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.

(5) વાઘ દેવ :-

આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નારીયેળ તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.

(6) ચૌરી અમાસ :-

વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.

(7) દિવાસો :-

દિવાસો અષાઢ મહિનાની અમાસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે. તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે. 

આદિવાસીઓના પારંપરિક દેવી-દેવતાઓ | આદિવાસી દેવી દેવતા :-


(1) દેવમોગરા માતા :-

સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. દેવમોગરા નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે.

(2) પાંડોર દેવી :-

આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.

(3) ઇંદલા દેવી :-

તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં સોનગઢથી ઉચ્છલ વચ્ચેના જંગલમાં ઇંદલા દેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.

(4) નોકટી દેવી :-

રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.

(5) કંસરી માતા :-

કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.

(6) દેવલીમાડી :-

દેવલીમાડી સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.

(7) ભવાની માતા :-

ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પુજાય છે.

આદિવાસી વાર ના નામ :-

આદિવાસી લોકોમાં સાપ્તાહિક બજાર "હાટ" પરથી વારના નામ પડયા જે નીચે મુજબ છે,

(1) સોમવાર - બંધારપાડિયો, વોડિઓ

(2) મંગળવાર - અરોહાર, બાણો, બોરડી

(3) બુધવાર - ઉમાડિયો, માંડવિઓ

(4) ગુરુવાર - દેવ ગાડિયો, ઇશરવાડિયો

(5) શુક્રવાર - વલોડિયો, રાયપુરીયો

(6) શનિવાર - વ્યારિયો, થાવરવાર

(7) રવિવાર - ઈતવાર કે દીતવાર

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement