પ્રસ્તાવના :-
કવિશ્રી શેખાદમ આબુવાલાએ કહ્યું છે,
વિશ્વ ના સૌથી મોટા લોકશાહી દેશ ભારત માં આઝાદી ના આટલા વર્ષો પછી પણ સુરાજ્ય સ્થપાયું નથી,દેશ માં સાચી આઝાદી આવી નથી. તેના અનેક કારણો હોઇ શકે,પરંતુ તેનું મુખ્ય કારણ છે દેશ માં તમામ ક્ષેત્રો માં વ્યાપેલો નખસિખ ભ્રષ્ટાચાર. કોઈએ સાચું જ કહ્યું છે કે,
''લાગવગ તારા લાંબા પગ,
ભ્રષ્ટાચારીઓને અપાવે પદ.''
ભ્રષ્ટાચાર ના ક્ષેત્રો :-
ભારત માં આજે જીવન નું એકપણ ક્ષેત્ર એવું જોવા નહીં મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજય જમાવ્યું ના હોય. નાના કર્મચારીઓ,ઉચ્ચ અધિકારીઓ થી લઈને રાજકીય નેતાઓ સુધી ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. પોલીસ, મહેસૂલ, વાહનવ્યવહાર, નગરવિકાસ, પંચાયત અને પવિત્ર ગણાતું શિક્ષણ પણ આજે ભ્રષ્ટાચાર થી મુક્ત નથી. ભ્રષ્ટાચારીઓને સજા કરનાર ન્યાયપાલિકા પણ ભ્રષ્ટાચાર ના દુષપ્રભાવ થી મુક્ત રહી નથી.નાના-મોટા,કાયદેસરના કે બિંકાયદેસર ના કામો કરાવવા લોકો ભ્રષ્ટચારીઓની જાળમાં ફસાય છે. ભ્રષ્ટાચાર સર્વવ્યાપી બની ગયો છે. ભ્રષ્ટાચાર રૂપી ઊધઈ આજે રાષ્ટ્રને ચારે બાજુથી કોરી ખાઈ રહી છે.
''બાપુના આદર્શ ભારતમાં ભ્રષ્ટાચારનો કોઈ ઉપાય નથી,
નિષ્ઠાવાન નેતાઓ વિના ભ્રષ્ટાચાર મુકત ભારત નથી.''
ભ્રષ્ટાચારીઓ અને તેમના અધમ કૃત્યો :-
ભ્રષ્ટાચાર નો દૈત્ય વિકરાળ રૂપો ધારણ કરીને સમગ્ર દેશ ને ભરખી જવા તૈયાર થયો છે. લાગવગ, સગાવાદ, લાંચ-રિશ્વત, કરચોરી, શીક્ષણ માં લેવાતું ડોનેશન, ટેન્ડર પાસ કરાવવા થતો નાણાકીય વ્યવહાર, ખતરનાક આરોપીને સજામાથી છોડાવવા માટે થતી સોદાબાજી, નબળા બાંધકામો થી જાનમાલ ને નુકસાન થતું હોય છતાં કોઈ સજા નહીં,નકલી દવાઓ અને નકલી નકલી ચીજ-વસ્તુઓના ખુલ્લેઆમ વેચાણ પર કોઈ રોકટોક નહીં,પોતાનો સ્વાર્થ સાધવા માટે મળેલો ભ્રષ્ટાચારનો છૂટોદોર દેશને પાયમાલ કરી રહ્યો છે. બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરો ના ચારા ના પૈસા ચોરી જતા ભ્રષ્ટાચારીઓ જરાય શરમાતા નથી. ભૂકંપ પીડિતો કે દુષ્કાળગ્રસ્તની સહાયમાંથી પણ કટકીઑ કરાય છે. છતાં વિધિની વક્રતા એ છે કે મોટા માથા સજા માઠી છટકી જ જાય છે. કવિ કરસનદાસ માણેકે કહ્યું છે કે,
''દેવડીએ દંડાય છે ચોર મૂકી જારના,
લાખ ખાંડી લૂટનારા મહેફિલે મંડાય છે.''
ભ્રષ્ટાચાર આચારવાના કારણો :-
ભ્રષ્ટાચાર ફેલાવવાના અનેક કારણો છે. આજે માનવે ન્યાય અને નીતિને નેવે મૂકી દીધા છે. તે ઓછી મેહનતે ધનિક બનવા માંગે છે. ભૌતિક સમૃદ્ધિ મેળવી સમાજ માં મોટા દેખાવા પ્રયત્ન કરે છે. ભૌતિકવાદ ની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે. ભ્રષ્ટાચારથી વ્યક્તિ,સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધઃપતન થતું જાય છે. સરકારી તંત્રના આંખ આડા કાન,કાયદાની છટકબારી અને પોતાના સ્વાર્થીપણા ના કારણે આજે અત્ર-તત્ર-સર્વત્ર ભ્રષ્ટાચારનો સામ્રાજ્ય નજરે પડે છે. કોઇ કવિએ યથાર્થ જ કહ્યું છે કે,
''ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત જ નિમેલો.''
ભ્રષ્ટાચાર દૂર કરવાના કારણો :-
ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. લોકશાહીના પ્રહરી ગણાતા વર્તમાનપત્રોએ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાની જવાબદારી નિભાવવી જોઈએ,દેશ વ્યાપી ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન ઉભું થવું જોઈએ, ચૂંટણીપંચે ગુનાઈત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડતા અટકાવવા જોઈએ,દાદા અને પ્રામાણિક જીવન અને મહત્વ આપવું જોઈએ,મહેનતનો રોટલો મેળવવાનો સંકલ્પ કરવો જોઇએ,કડક કાયદાઓ ઘડીને એનું કડક પાલન થાય અને ભ્રષ્ટાચારને આકરામાં આકરી સજા થશે તો લોકો ભ્રષ્ટાચાર કરતા ડરસે. આ ભ્રષ્ટાચાર માથી દેશને મુક્ત કરવા સ્વામી વિવેકાનંદ નું સૂત્ર યાદ રાખવું પડશે-
''ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.''
ઉપસંહાર :-
ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સર થી રાષ્ટ્રને બચાવવું અઘરું જણાય છે,પણ અશક્ય તો નથી જ. સૌના સહિયારા સંકલ્પ થી અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવું બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે. અંગ્રેજીમાં કહેવત છે કે,
''Charity Bigins At Home.''
આ કહેવત મુજબ, ચાલો આપણે તો પોતાની જાતને ભ્રષ્ટાચારવિરોધી બનાવીએ. સમાજ આપોઆપ ભ્રષ્ટાચાર વિરોધી બની જશે.