આપણાં જીવન માં ગુરુ નું ખુબજ મહત્વ છે. ભારતીય સંષ્કૃતિ માં ગુરુ ને ભગવાન થી પણ વધારે માનવમાં આવે છે. સંસ્કૃતમાં 'ગુ' નો અર્થ અંધકાર અને 'રૂ' નો અર્થ પ્રકાશ થાય છે. ગુરુ આપણને અંધકાર માથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે.
ગુરુ ને મહત્વ આપવા માટે મહાન વેદ વ્યાષજી ના જન્મદિવસ પર ગુરુપૂર્ણિમા ઉજવામાં આવે છે.આ દિવસે ભગવાન શિવ દ્વારા તેમના શિષ્યો ને જ્ઞાન અપાયું હતું. આ દિવસે કેટલાય મહાન ગુરુઓ ના જન્મ પણ થયા અને ઘણાય ને જ્ઞાન ની પ્રાપ્તિ પણ થઈ હતી.
અષાઢ મહિનાની પુનમ ના દિવસે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે.આ પર્વ જૂન થી જુલાઇ મહિના ની વચ્ચે આવે છે.આ પર્વ ને હિન્દુ નહીં પણ જૈન,બૌદ્ધ અને સિખ ધર્મ ના લોકો પણ ઉજવે છે.માતા અને પિતા પોતાના બાળકો ને સંસ્કાર આપે છે,પણ ગુરુ પોતાના બધા શિષ્યો ને સમાન જ્ઞાન આપે છે.
ગુરુ અને શિક્ષકો નું સમ્માન કરવું આપણી ફરજ છે.એક વિધાર્થી ના જીવન માં ગુરુ પોતાનું મહત્વપૂર્ણ પાત્ર ભજવે છે.ગુરુ ના જ્ઞાન અને સંસ્કાર થી જ તેમના શિષ્યો જ્ઞાની બને છે.ગુરુ ને મહત્વ આપવા પ્રાચીન ગ્રંથો માં ગુરુ ને બ્રમ્હા,વિષ્ણુ અને શિવ સાથે સર્ખાવ્યા છે એક વ્યક્તિ ગુરુ નું ઋણ ક્યારેય ચૂકવી નથી શકતો.
ગુરુ એક મંદબુદ્ધિ શિષ્ય ને પણ સારી વ્યક્તિ બનાવે છે.સંસ્કાર અને શીક્ષણ જીવન નું મૂળ છે. આનાથી વંચિત રેહનાર વ્યક્તિ અધૂરો રહે છે.
ગુરુ ના જ્ઞાન નું કોઈ મુલ્ય નથી તે અમૂલ્ય હોય છે. આપણું જીવન ગુરુ વગર શૂન્ય છે. ગુરુ પોતાના શિષ્યો પાસેથી થી કોઈ પણ અપેક્ષા કે સ્વાર્થ રાખતા નથી,એમનો ઉદેશ્ય બધાનું સારું થાય તેવો હોય છે. ગુરુ ને તે દિવસે પોતાના પર ગર્વ થાય જ્યારે એમનો શિષ્ય મોટા હોદા પર પહોચી જાય છે. ગુરુપૂર્ણિમા ના દિવસે વિદ્યાર્થી પોતાના ગુરુના સન્માન માટે અનેક પ્રવૃત્તિઓ કરે છે. આ દિવસે આપણે આપણા ગુરુ અને શિક્ષકોની આરાધના કરીએ છીએ અને તેમને ભેટ આપીએ છીએ.આ દિવસે નિશાળ,કોલેજો,આશ્રમો, ગુરુકુળો ના શિક્ષકો અને ગુરુઓ ના સન્માન માટે કાર્યક્રમો નો આયોજન કરવામાં આવે છે. તેમજ ગુરુના સન્માન માટે ગીત, કવિતા, નૃત્ય,નાટક કરવામાં આવે છે.
પ્રાચીન સમયથી જ ભારતમાં ગુરુ અને શિષ્યની પરંપરા ચાલી રહી છે. ભગવાન શિવ પછી ગુરુ દત્તાત્રેય અને સૌથી મોટા ગુરુ માનવામાં આવ્યા છે. એમના પછી દેવતાઓના પ્રથમ ગુરુ અંગિરાઋષિ હતા. એમના પછી અંગિરા ના પુત્ર બૃહસ્પતિ ગુરુ બન્યા, ત્યારબાદ બૃહસ્પતિ ના પુત્ર ભારદ્વાજ ગુરુ બન્યા હતા. ત્યારબાદ બધાજ દેવતા કોઈકને કોઈક ના ગુરુ રહ્યા છે. બધા અસુરોના ગુરુ નું નામ શુક્રાચાર્ય છે. શુક્રાચાર્યની પહેલા મહર્ષિ ભૃગુ અસુરોના ગુરુ હતા. કેટલાક મહાન અસૂરો કોઈકને કોઈક ના ગુરુ રહ્યા છે.
મહાભારતના સમયમાં ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય, કૌરવ અને પાંડવો ના ગુરુ હતા. પરશુરામજી કર્ણ ના ગુરુ હતા. આવી રીતે કોઇને કોઇ યોદ્ધાના કોઈને કોઈ ગુરુ હતા. વેદ વ્યાસ,ગર્ગમુનિ, સાંદિપની, દુર્વાસા વગેરે. ચાણક્ય ના ગુરુ તેમના પિતા ચાણક હતા. મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત ના ગુરુ આચાર્ય ચાણક્ય હતા. ચાણક્યના સમયમાં કેટલાક મહાન ગુરુઓ હતા. એવું કહેવામાં આવે છે કે મહાવતાર બાબાએ આદિશંકરાચાર્ય ને યોગ ક્રિયાની શિક્ષા આપી હતી અને ત્યાર પછી તેઓએ સંત કબીરને પણ શિક્ષા આપી હતી. નવનાથ ના મહાન ગુરુ ગોરખનાથ ના ગુરુ મછ્નદારનાથ હતા,જેમને ૮૪ સિદ્ધો ના ગુરુ માનવમાં આવે છે.
એક બાળકનું શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધી ગાયત્રી તેમના માતા તથા આચાર્ય તેમના પિતા હોય છે. પૂર્ણ શિક્ષણ બાદ તે બાળક ગુરુપદ પ્રાપ્ત કરે છે.
" ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરાય,ગુરુ શાક્ષાત પરંબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ "