આદર્શ શિક્ષક નિબંધ | વિધાર્થીના ઘડતરમાં શિક્ષકનો ફાળો નિબંધ | આદર્શ શિક્ષકનું કર્તવ્ય નિબંધ | adarsh shikshak nibandh in gujarati | adarsh shikshak par nibandh | adarsh shikshak na kartavaya niabndh

 
adarsh shikshak nibandh in gujarati

શું તમે ગુજરાતીમાં આદર્શ શિક્ષક નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો વિધાર્થીના ઘડતરમાં શિક્ષકનો ફાળો નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Adarsh Shikshak Nibandh In Gujarati ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

કોઈ પણ સમાજ વ્યક્તિઓનો બનેલો હોય છે. વ્યક્તિ એ સમાજનું સૌથી નાનું ઘટક છે પણ આ ઘટક જેટલું ઘડાયેલું, કેળવાયેલું હશે એટલો જ સમાજ મજબૂત બની શકવાનો. વ્યક્તિના ઘડતરમાં શિક્ષકનો ફાળો સૌથી વધારે છે. માટે જ શિક્ષક જેટલો મૂલ્યોને વરેલો હશે એટલો જ એ વિદ્યાર્થીના ઘડતરમાં સજાગ હશે.

શિક્ષક, સમાજની કરોડરજ્જુ:-

પ્રત્યેક સમાજે એ સ્વીકારવું જોઈએ કે કોઈ પણ દેશ માટે શિક્ષકો કરોડરજજુ સમાન છે. શિક્ષક એ એક એવો સ્તંભ છે જેને કારણે દેશની બધી જ આકાંક્ષાઓ વાસ્તવમાં પરિવર્તિત થાય છે.

વર્ગખંડમાં ભણાવતાં ભણાવતાં વિદ્યાર્થીને કેળવે, વિદ્યાર્થીને આદર્શ જીવનકળા પણ શીખવે એ સાચો શિક્ષક. એને આદર્શ શિક્ષક કહી શકાય. આદર્શ શિક્ષક દ્વારા ભવિષ્યના નાગરિકોનું ધડતર થાય છે. આદર્શ શિક્ષકે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારનું સિંચન કરવું જરૂરી છે.

વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું સ્થાન ઈશ્વરથી આગળ:-

આપણા સમાજમાં અને બાળકના જીવનમાં શિક્ષકનું સ્થાન માતા-પિતા પછી, પણ ઈશ્વર પહેલાં આવે છે. એક દુહો છે.

"ગુરુ-ગોવિંદ દોનું ખડે કાકો લાગુ પાય

બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિનૉ બતાય"

ગુરુ અને ગોવિંદ એટલે કે ઈશ્વર બે સાથે ઊભા હોય ત્યારે પ્રથમ પ્રણામ કોને ક૨વા ? જવાબ સ્પષ્ટ છે ગુરુને જ પ્રથમ વંદન હોય, કારણ કે એમના જ પ્રતાપે ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે.

જેને આવો આદર પ્રાપ્ત થયો છે એવો શિક્ષક, એની જવાબદારી વિદ્યાર્થી પ્રત્યે ખૂબ જ વધી જાય છે.

આદર્શ શિક્ષકની જવાબદારી:-

શિક્ષકો, ખાસ કરીને શાળાના શિક્ષકોની વિધાર્થીના ઘડતરની જવાબદારી ઘણી મોટી છે. કારણ કે બાળપણ એ એવી આધારશિલા છે, એ એવો પાયો છે જેના ઉપર સમગ્ર જીવનનું માળખું ઊભું થાય છે. બાળપણમાં જેવું બીજ વાવવામાં આવે છે એવું જીવન વૃક્ષ રૂપે ખીલે છે. બાળપણમાં વિકાસના પ્રારંભિક તબક્કે જે કેળવણી આપવામાં આવે છે, તે કોલેજ કે યુનિવર્સિટીમાં મેળવાતા શિક્ષણ કરતાં વધારે મહત્ત્વની છે. એટલે જ એ.પી.જે. અબ્દુલ ક્લામ કહે છે : ‘મને સાત વર્ષ માટે બાળક સોંપી દો. પછી ભલેને ઈશ્વર કે શેતાન એ બાળકને સંભાળે, તેઓ બાળકમાં પરિવર્તન નહીં લાવી શકે.

આદર્શ શિક્ષક પોતાના વિષયમાં નિષ્ણાત હોવા છતાં જ્યારે તે વર્ગમાં જાય ત્યારે જે તે વિષયની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જાય એ ખૂબ જરૂરી છે. તે નબળા વિદ્યાર્થીઓ તરફ સવિશેષ ધ્યાન આપી એમનામાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાવે એવો હોવો જોઈએ. સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીને એવું માર્ગદર્શન પૂરું પાડે જેના કારણે એ આગળ વધી શકે.

આદર્શ શિક્ષકે પોતાના વિદ્યાર્થીને ફકત-માત્ર વિષયલક્ષી કે પરીક્ષાલક્ષી કેળવણી જ નથી આપવાની, એણે તો જીવનલક્ષી કેળવણી આપવાની છે.

આદર્શ શિક્ષકે આ બધું પણ કરવું રહ્યું-

(1) વિદ્યાર્થીને ઈતરવાચન તરફ વળવાની પ્રેરણા આપવાની છે.

(2) એને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અભિરુચિ કેળવાય એવું વાતાવરણ પૂરું પાડવાનું છે.

(3) આદર્શ શિક્ષકે વિદ્યાર્થીમાં રહેલી વિવિધ શક્તિને ઓળખીને એના રસના વિષય અનુસાર માર્ગદર્શન આપવાનું છે.

(4) વિદ્યાર્થી પોતાની કોઈપણ પ્રકારની સમસ્યા સહજ રીતે શિક્ષક સમક્ષ રજૂ કરી શકે એવી મિત્રતા કેળવવાની છે.

(5) આદર્શ શિક્ષકે વિદ્યાર્થીને વર્તમાન પ્રવાહોથી વાકેફ તો રાખવાનો જ છે પણ સાથે સાથે એના તરફની અભિરુચિ કેળવાય એવું વાતાવરણ તૈયાર કરવાનું છે.

(6) વિદ્યાર્થીમાં પોતાના રાષ્ટ્ર પ્રત્યે, સમાજ પ્રત્યે નિષ્ઠા કેળવાય એવાં બીજ રોપવાનું કામ પણ આદર્શ શિક્ષક કરવાનું છે.

ઉપસંહાર:-

ટૂંકમાં આદર્શ શિક્ષકો દ્વારા શાળાઓએ જીવંત મૂલ્યો આધારિત શિક્ષણ પૂરું પાડવાનું છે અને તો જ આપણે જે પ્રકારનો સમાજ રચવા ઈચ્છીએ છીએ તે રચી શકાશે. આજની શિક્ષણ વ્યવસ્થા સામે એક બહુ મોટી જવાબદારી છે. 'બાળકને નેતામાં પિરવર્તિત કરવાની' બાળકમાં એવી ભાવના જગાવવાની કે “તમે મારે માટે શું કરી શકશો ?' એ નહીં ‘હું તમારા માટે શું કરી શકું ?'. આવા આદર્શ શિક્ષકને શત શત વંદન !

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement