આદર્શ વિદ્યાર્થી નિબંધ | ઉમદા વિદ્યાર્થીજીવનનો આદર્શ નિબંધ | આદર્શ વિધાર્થીના ગુણ લક્ષણો નિબંધ | adarsh vidyarthi nibandh in gujarati | adarsh vidyarthi par nibandh | adarsh vidyarthi par nibandh in gujarati

adarsh vidyarthi nibandh in gujarati

 

શું તમે ગુજરાતીમાં આદર્શ વિદ્યાર્થી નિબંધ | ઉમદા વિદ્યાર્થીજીવનનો આદર્શ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો આદર્શ વિધાર્થીના ગુણ લક્ષણો નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Adarsh Vidyarthi Nibandh In Gujarati ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

‘વિદ્યાર્થી’ મૂળ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે, ‘વિદ્યાનો અર્થિ' એટલે કે એવી વ્યક્તિ જેનો મુખ્ય અને મૂળ હેતુ છે વિદ્યાની પ્રાપ્તિ કરવી. અને આદર્શ વિદ્યાર્થી એટલે એવો વિદ્યાર્થી જેણે વિદ્યાર્થીમાં હોવા જોઈતા બધા સદ્ગુણ્ણો પોતાના જીવનમાં સારી રીતે કેળવ્યા હોય અને વિદ્યાના ઉત્તમ માપદંડને લક્ષ્યમાં રાખીને અધ્યયન કર્યું હોય. બીજી રીતે કહીએ તો આદર્શ વિદ્યાર્થી એટલે દરેક દષ્ટિએ શ્રેષ્ઠ વિદ્યાર્થી. એક સ્થળે એવું પણ કહેવાયું છે કે ‘આદર્શ વિદ્યાર્થી’ ની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન કોઈ શકે, છતાં જે વિદ્યાર્થીનું આચરણ ઉમદા અને અન્ય માટે અનુકરણીય હોય તેવો વિદ્યાર્થી'

આદર્શ વિદ્યાર્થી કેવો હોય:-

આદર્શ વિદ્યાર્થી પોતાના શિક્ષણના લક્ષ્યને અર્જુનની લક્ષ્યનિષ્ઠાની જેમ વળગી રહે છે. જ્યારે ગુરુ દ્રોણાચાર્યે પોતાના વિદ્યાર્થીઓ એવા પાંડવ – કૌરવોની બાણવિદ્યાની પરીક્ષા લેવાનું શરૂ કર્યું ત્યારે અર્જુન સિવાયના વિદ્યાર્થીઓમાં કોઈને ઝાડ ઉપરનું પક્ષી દેખાયું, કોઈને ઝાડ દેખાયું પણ એક માત્ર અર્જુન જ એવો હતો જેને પક્ષીની આંખ દેખાઈ જે એને વિધવાની હતી. એ રીતે આદર્શ વિદ્યાર્થીએ પણ પોતે જે ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યો હોય એ ક્ષેત્રમાં એણે જે સિદ્ધ કરવાનું છે એ લક્ષ્ય જ નજરમાં રાખવાનું છે. અને એ સિવાય બીજું કશું એના કેન્દ્રમાં હોવું જોઈએ નહીં.

એના ગુણો - લક્ષ્યનિષ્ઠ, વિષયનું ઊંડું જ્ઞાન:-

આદર્શ વિદ્યાર્થીમાં પોતાના અભ્યાસમાં આવતા દરેક વિષયનું ઊંડું જ્ઞાન મેળવવાની રુચિ કેળવાઈ હોવી જોઈએ. વિષયની સ્પષ્ટ સમજ અને તેનો ઊંડો અભ્યાસ એ એની પાયાની કેળવણી બનવી જોઈએ. પોતાના અભ્યાસમાં એની બગલા જેવી એકાગ્રતા હોવી જોઈએ. જેમ બગલો પાણીમાંથી પોતાનો શિકાર શોધવા એકધ્યાન બનીને લક્ષ્ય પ્રત્યે દૃઢ અને સજાગ હોય છે એવું આદર્શ વિદ્યાર્થીનું પણ હોય, કારણ કે ધ્યાન કે એકાગ્રતા વિના અભ્યાસની ધારણા કે સ્મૃતિ દૃઢ બનતી નથી. એકાગ્ર ચિત્ત વિષયને જલદી ગ્રહણ કરી શકે છે અને લાંબા સમય સુધી સ્મૃતિમાં દૃઢ રહે છે.

અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં રસ:-

આદર્શ વિદ્યાર્થીએ પોતાના વિષયનો તો ઊંડાણથી અભ્યાસ કરવો જ જોઈએ પણ સાથે સાથે અભ્યાસેતર– અભ્યાસક્રમ સિવાયનું – ઈતર પુસ્તકોનું પણ એણે વાચન મનન પોતાની રીતે કરવું જોઈએ. આ ઉપરાંત સમાજના, રાજકારણના વિવિધ પ્રવાહોથી પણ પરિચિત રહેવાય એ પ્રકારનું વાચન અનુકૂળતા મુજબ કરવું જોઈએ.

વિદ્યાર્થીજીવનમાં મોજીલું જીવન વિદ્યાર્થીને પોતાના અભ્યાસલક્ષી કર્મોથી વિમુખ બનાવે છે. આજના યુગમાં વિદ્યાર્થીને ટી.વી. - સિનેમા - મોબાઈલ જેવાં સાધનો ખૂબ જ લલચાવતા હોય છે. એ બધા તરફ અતિશય ઢળી ના પડાય માટે આદર્શ વિદ્યાર્થીએ સ્વનિગ્રહ કરવો જરૂરી છે. બધાં ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ એણે 'કરવો જ નહીં' એવું નહીં. જરૂરિયાત પ્રમાણે કરવો જોઈએ. આળસ પણ એક મોટો રાક્ષસ છે જે વિદ્યાર્થીને - આદર્શ વિદ્યાર્થીને અભ્યાસવિમુખ બનાવી શકે.

શરીરસૌષ્ઠવ - વિનય, વિવેક જેવા ગુણો:-

આદર્શ વિદ્યાર્થીએ આળસને પરહરવાની એટલે કે છોડવાની છે અને સતત અભ્યાસલક્ષી રહેવાનું છે. આળસુ અને પ્રમાદી વિદ્યાર્થી તેના કામમાં નિરસ અને બેદરકાર બની જતો હોય છે આવો વિદ્યાર્થી પછી ભુલકણો થઈ જાય છે. અને એટલે જ આદર્શ વિદ્યાર્થી માટે આળસ એ એનો એક મોટો શત્રુ હોવો જોઈએ. એણે સતત જાગૃત રહેવાનું છે, સ્ફૂર્તિ કેળવવાની છે અને તો જ પોતાના અભ્યાસમાં એ સ્થિર રહીને ધારી પ્રગતિ કરી શકે છે.

આદર્શ વિદ્યાર્થી પાસે વિવિધ વિષયોની ઊંડી જાણકારી તો અપેક્ષિત છે જ છે. વર્તમાનપત્રો, સામયિકો, ટી.વી. ઉપર આવતી જ્ઞાનવર્ધક ચેનલો, ન્યુઝ ચેનલો વગેરેનું પણ ઍને પોતાની જરૂરિયાત અનુસાર સેવન કરવાનું છે.

આદર્શ વિદ્યાર્થીએ પોતાના આરોગ્ય અંગે પણ સતત સાવધાન રહેવાનું છે. એ અંગેની બેદરકારી પણ એને પાલવે નહીં, કારણ કે ‘તન તંદુરસ્ત તો જ મન તંદુરસ્ત’ તન-મન તંદુરસ્ત તો જ અભ્યાસનિષ્ઠા જળવાઈ રહે.

વર્ષ દરમિયાન ઊંડા અભ્યાસની સાથે શાળા-કોલેજમાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ, નિબંધમાં તેમ જ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રહીને એમાં પણ સક્રિય રસ કેળવવાનો છે.

આદર્શ વિદ્યાર્થીમાં વિનય-વિવેક-પ્રામાણિકતા મિલનસારપણું આ બધા ગુણ પણ હોવા જોઈએ. વિદ્યાર્થીજીવનમાં આ બધા ગુણ કેળવીને એણૅ એક ઉમદા માનવી બનવાનું છે. ઊંડી અભ્યાસનિષ્ઠા તો ખરી જ, પણ એ અભ્યાસનિષ્ઠા એને 'વેદિયો' બનાવી ના દે એનું પણ એણે ધ્યાન રાખવાનું છે. આદર્શ વિદ્યાર્થી જીવનરસથી પણ છલોછલ ભરેલો હોવો જોઈએ. એનામાં પોતાના માતા-પિતા-ગુરુજન પ્રત્યે આદરયુક્ત સમ્માન હોવું જોઈએ. પોતાના મિત્રો સાથે એ ઉમદા મિત્ર બની રહેવો જોઈએ. કોઈને પણ મદદની જરૂર હોય ત્યારે નિઃસ્વાર્થ ભાવે મદદ કરવાની એની તૈયારી હોવી જોઈએ.

ઉપસંહાર:-

ટૂંકમાં, આદર્શ વિદ્યાર્થી એટલે એવો વિદ્યાર્થી જે વિદ્યાર્થીજીવનમાં સૌનું 'રોલ મોડલ' હોય નાના મોટા સૌને માટે અનુકરણીય હોય, જેને માટે પરિવાર – શાળા - કોલેજ - સમાજ સૌ ગૌરવ અનુભવે.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement