ધરતીકંપ કુદરતનું રૌદ્રસ્વરૂપ | ધરતીકંપ વિશે નિબંધ | ભૂકંપનું તાંડવ નિબંધ ગુજરાતી | ભૂકંપે વેરેલો વિનાશ નિબંધ | essay on earthquake in gujarati | bhukamp nibandh gujarati | bhukampe verelo vinash nibandh in gujarati

essay on earthquake in gujarati

 

શું તમે ગુજરાતીમાં ધરતીકંપ કુદરતનું રૌદ્રસ્વરૂપ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ધરતીકંપ વિશે નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Essay On Earthquake In Gujarati ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

પ્રકૃતિના ખોળે માનવી અપરંપાર સુખ અને આનંદ મેળવતો હોય છે. માની ગરજ સારતી પ્રકૃતિ માનવીને વસંતનો વૈભવ બતાવે છે તો વર્ષનું સૌંદર્ય પણ, ખેડૂતને ધનધાન્યથી માલામાલ કરતી પ્રકૃતિ મોટે ભાગે તો માનવજીવનની ધાત્રીરૂપ જ છે, પણ કાળા માથાનો માનવી જ્યારે એની ઉપર અત્યાચારો આદરે  ત્યારે એ કોપાયમાન પણ બની ઊઠે છે.

પ્રકૃતિ સૌમ્ય - રુદ્ર. :-

કુદરત અનેક રીતે પોતાનો પ્રકોપ ઠાલવે છે. એનો પ્રકોપ ક્યારેક અતિવૃષ્ટિ રૂપે તો ક્યારેક દુકાળ રૂપે ઠલવાય છે. ક્યારેક એનો ક્રોધ 'સુનામી' કે 'ઓખી' 'કેટરિના' જેવા વાવંટોળ રૂપે અનુભવાય છે તો ક્યારેક ધરતીકંપ રૂપે !

'ધરતી કંપ 'નો અર્થ:-

'ધરતીકંપ' શબ્દ બે શબ્દનો બનેલો છે. ‘ધરતી' અને ‘કંપ' ધરતીનું કંપન એટલે કે 'ધ્રુજવું' એટલે 'ધરતીકંપ' ! આમ તો ધરતીકંપમાં ધરતીની ધ્રુજારી થોડી ક્ષણૉ નિ જ હોય છે, પણ થોડી ક્ષણોનિ ધ્રુજારી એવી તો તાકાતવાળી હોય છે કે એટલી ક્ષણૉ તો એ વિનાશની વિભિસિકા ખડી કરી દે છે ! ભગવાન શંકર માટે કહેવાય છે કે એ ભોળા દેવ છે. બહુ જલદી પ્રસન્ન થઈ જાય છે પણ એ એટલા જ ઝડપથી ખીજે પણ છે. એ ખીજે ત્યારનું તાંડવ ધરતીકંપને જોઈને યાદ આવે. ધરતીકંપ એ કુદરત રૂપી શિવનું તાંડવરૂપ છે.

ધરતીકંપ ક્યારે થાય?

ધરતીકંપ ક્યારે થાય ? વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે પૃથ્વીના પેટાળમાંથી ગરમી વરાળનું રૂપ ધારણ કરે ત્યારે એને વધારે જગ્યા જેઈએ છે. પૃથ્વીમાંની વરાળ જ્યારે 1300 ગણી જગ્યા રોકે ત્યારે એનું દબાણ ખૂબ જ વધી જાય છે. એને પૂરતી જગ્યા ન મળવાથી જમીનના ઉપલા થરો તરફ ધક્કો મારે છે. વરાળના દબાણ ના આ ધક્કા થી પૃથ્વીના ઉપરના પડનો અમુક ભાગ કંપી ઊઠે ત્યારે સર્જાય છે. ધરતીકંપ !

ધરતીકંપમાં થતી તારાજી:-

આમ તો ધરતીકંપનો આ પ્રકોપ પૃથ્વીના કોઈપણ ભાગમાં કોઈપણ સમયે થઈ શકે છે પણ કેટલાક એવા એપીસેન્ટર છે જ્યાં ધરતીકંપ અવારનવાર થયા કરે છે. જેમ કે જાપાન. જાપાન તો જાણે કે ધરતીકંપના આંચકાઓ સહેવા માટે જ ના બન્યો હોય ! એ જ રીતે આપણા ગુજરાતના કચ્છમાં પણ અવારનવાર ધરતીકંપના આંચકા આવતા હોય છે.

ધરતીકંપ જયાં પણ અને જ્યારે પણ થાય છે ત્યાં એ તબાહી અને તારાજી મચાવી દે છે. ક્યારેક તો જે જગ્યાએ ધરતીકંપ થાય ત્યાં આખા શહેરના શહેર ખંડિયેર બની જતા હોય છે. ગગન ચૂંબતી ઈમારતો ક્ષણના થોડા ભાગમાં જાણે કે પત્તાનો મહેલ તૂટવા માંડ્યો હોય એમ તૂટી પડે છે. ઈટાલીનો હરક્યુલસ અને પોમ્પાઈ નગરો આખાને આખા જવાળામુખી સાથેના ધરતીકંપમાં જમીનદોસ્ત થઈ ગયેલાં. ગુજરાતના કચ્છમાં આવેલું જોડિયા કે મહારાષ્ટ્રમાં આવેલું લાતુર જાણે નકશામાં જ ના હોય એવા અદશ્ય થઈ ગયેલા.

ધરતીકંપમાં આખે આખી સંસ્કૃતિ તારાજ થઈ જતી હોય એવુ બન્યું છે. જ્યાં સ્થળ ત્યાં જળ અને જ્યાં જળ ત્યાં સ્થળ કરવાની ક્ષમતા ધરતીકંપમાં રહેલી છે. મોહેંન-જો-દડો કે હડપ્પાની સંસ્કૃતિના અવશેષો આવા જ કોઈ ધરતીકંપની સાક્ષી પૂરે છે.

સમુદ્રમાં સર્જાતો ભૂકંપ:-

ઘણીવાર આ ધરતીકંપ સમુદ્રના પેટાળમાં પણ આવતો હોય છે. સમુદ્રના પેટાળમાં ભૂકંપ થતાં તળિયે જે તોફાની હલચલ મચી જાય છે, એને કારણે હજારો ટન પાણી એક સાથે ઉપર નીચે થઈ જાય છે. એને કારણે સમુદ્રની સપાટી પર પ્રચંડ મોજાં ઉદ્દભવે છે. ભૂકંપના એપીસેન્ટર 300 ડિગ્રીમાં આ મોજાં ફેલાય છે અને 750 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી 100 ફૂટથી પણ વધુ ઊંચાઈમાં આ મોજાં આગળ વધે છે. આ કારણે દરિયાકાંઠાના વિસ્તારો વાવંટોળના વિનાશક ચક્રવાતમાં ફસાય છે.

લોકોની મદદ:-

ઈ.સ. 2001 માં આપણા ગુજરાતના કચ્છથી માંડીને અમદાવાદમાં ધરતીકંપે કારમો વિનાશ વેરેલો. છવ્વીસમી જાન્યુઆરીની સવારે અમદાવાદમાં ધરતીકંપનું એવું તોફાન આવ્યું જાણે કોઈ સ્ત્રીને માતા ન આવ્યા હોય ! અમદાવાદ ધ્રૂજવા માંડ્યું. કોઈને કંઈ સમજાય એ પહેલાં તો એની આજુબાજુ ઘણું બધું ઘટી ગયું હતું ! કોઈ બાથરૂમમાં નહાવા ગયું હોય અને આજુબાજુની જમીન બેસી પડી હોય ! કોઈ પાંચ-છ માળના એપાર્ટમેન્ટના કેટલાક ભાગ એવી રીતે ખડી પડ્યા હોય જાણે અચાનક એને પૃથ્વીમાં ભગવાનનું દર્શન કરવું હોય એમ એ નમી પડ્યા હોય !

ઉપસંહાર:-

ધરતીકંપની આફતમાં સપડાયેલા લોકોની મદદે દેશપરદેશના લોકો આવતા હોય છે. ઘવાયેલા લોકોની મદદે દેશનું લશ્કરીબળ અને યુવાધન આવી પહોંચતું હોય છે. પણ એટલું તો નક્કી કે આવો વિપત્તિકાળ કાળા માથાના માનવીનાં અહમનો નાશ કરી દેતો હોય છે.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement