પર્યાવરણની જાળવણી નિબંધ | પર્યાવરણ જાળવો, જીવન બચાવો નિબંધ | પ્રકૃતિ : રક્ષતિ રક્ષતામ્ નિબંધ | paryavaran jalvani par nibandh | paryavaran par nibandh gujarati | paryavaran bachao gujarati nibandh

paryavaran bachao gujarati nibandh

 

શું તમે ગુજરાતીમાં પર્યાવરણની જાળવણી નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પર્યાવરણ જાળવો, જીવન બચાવો નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Paryavaran Par Nibandh Gujarati ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

'પર્યાવરણ' શબ્દ બે શબ્દનો બનેલો છે. 'પરિ + આવરણ' એટલે કે આપણી 'ચારે બાજુનું વાતાવરણ’ આપણે જેને પર્યાવરણ કહીએ છીએ એમાં અડાબીડ જંગલો, એમાં વસતા પ્રાણીઓ, જળધોધ અને જળાશયો, સમુદ્રની લહેરો, સરિતા, પર્વતો અને વરસાદ – આ બધું મળીને પ્રકૃતિનો જે વૈભવ બને છે એ બધાનો સમાવેશ પર્યાવરણમાં થાય છે. આપણી સૃષ્ટિની સપાટી ઉપરનું વાતાવરણ તેમ જ ઉપરના અવકાશનું પ્રાકૃતિક વાતાવરણ પણ પર્યાવરણ જ છે.

પ્રકૃતિ અને જીવસૃષ્ટિ વચ્ચેનો સંબંધ:-

આ સૃષ્ટિની પ્રકૃતિ અને એની ઉપર વસતી જીવસૃષ્ટિ - આ બંને વચ્ચેનો સંબંધ અન્યોન્ય પૂરક છે. પ્રકૃતિ પ્રાણીઓનું જતન અને પોષણ કરે છે અને પ્રાણીઓ, એમાંય માનવોએ પ્રકૃતિનું જતન કરવાનું છે. પરસ્પરના આવા સહયોગથી જ આ સૃષ્ટિનું સંચાલન કુદરતના નિયમો પ્રમાણે વ્યવસ્થિત ચાલતું રહે છે. પ્રકૃતિ કહે છે : ‘તમે મારું રક્ષણ કરો, હું તમારું રક્ષણ કરીશ', સંસ્કૃતમાં એટલે જ કહેવાયું છે 'પ્રકૃતિઃ રતિ રક્ષતામ્' એટલે કે પ્રકૃતિ એનું જ રક્ષણ કરે છે, જે પ્રકૃતિનું રક્ષણ કરે છે.

માણસ અને પ્રકૃતિના સંબંધમાં તિરાડ:-

એમાં પ્રકૃતિ તો અત્યાર સુધી પોતે આપેલું વચન પાળી જ રહી છે પણ આજનો માનવી પ્રકૃતિના પર્યાવરણનું રક્ષણ કરવાનું પોતાનું વચન નિભાવતી નથી. માણસ અને પ્રકૃતિના સંબંધમાં આ કારણે તિરાડ પડી ગઈ છે.માણસ પર્યાવરણનું રક્ષણ કરવાનું ચૂકી ગયો છે, એટલે પર્યાવરણે પણ માણસનું રક્ષણ કરવામાં હવે પાછી પાની કરવા માંડી છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી વિશ્વભરમાં વૈશ્વિક ઉગ્ર તાપમાન (ગ્લોબલ વોર્મિંગ)ની અકળાવી મૂકનારી સમસ્યા ઊભી થઈ છે એના મૂળમાં આપણી પર્યાવરણનું જતન કરવાની બેજવાબદારી જ છે.

પર્યાવરણનું રક્ષણ કરવામાં માનવી દ્વારા થયેલી ભૂલ:-

આજના માનવીએ જુદી જુદી રીતે પર્યાવરણનું રક્ષણ કરવાનું બંધ કરી દીધું છે. જેમ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જન્મેલી વિકાસની આંધળી ભૂખમાં જંગલોનું નિકંદન નીકળવા માંડ્યું છે. ભારે અને મોટા ઉદ્યોગોની સ્થાપના નિમિત્તે જંગલો કાપીને એ જમીનનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. વળી, ખેતીના વ્યાપારીકરણ માટે પણ જંગલોની જમીનનો ઉપયોગ થઈ રહ્યો છે. વધતા જતા વાહન વ્યવહાર માટે સડક તૈયાર કરવા માટે જંગલના વૃક્ષોનું નિકંદન કાઢી નંખાયું છે. કાગળ ઉદ્યોગ માટે પણ જંગલના લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે.

પ્રકૃતિનો પ્રકોપ:-

આજે જે જગ્યાએ મોટા મોટા લીલીછમ વનરાજીથી હર્યાભર્યાં જંગલો હતાં ત્યાં જંગલોને સ્થાને સિમેન્ટના જંગલો એટલે કે ઊંચી ઊંચી ઈમારતો ખડી થઈ ગઈ છે. જંગલો કપાઈ જતાં દેશ અને દુનિયામાં ક્યાંક વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું, તો ક્યાંક અતિ વધારે થઈ ગયું છે. પરિણામે કાં તો દુષ્કાળ કે પછી અતિવૃષ્ટિ રૂપે પ્રકૃતિએ તારાજી કરવા માંડી છે અને નારાજી દેખાડવા માંડી છે.

દેશ અને દુનિયાના ઋતુચક્રમાં પણ બહુ મોટા ફેરફારો થઈ ગયા છે. ભારત જેવા દેશમાં જ્યાં શિયાળો ઓક્ટોબરથી શરૂ થતો ત્યાં ડિસેમ્બરમાં શરૂ થાય છે અને ફેબ્રુઆરીમાં પૂરો થાય છે. ઉનાળો છેક જુલાઈ સુધી લંબાય છે અને ચોમાસુ અનિયમિત અને અનિશ્ચિત થઈ ગયું છે. આ બધાની દેશના અર્થતંત્ર ઉપર ખૂબ જ ખરાબ અને વિપરીત અસરો પડે છે.

પર્યાવરણની જાળવણી માટેના પગલાં:-

પર્યાવરણને બચાવવા આપણે શું શું કરવું જોઈએ ?

(1) પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણીનું એક પણ ટીપું વેડફાય નહીં એની કાળજ સૌએ રાખવી જોઈએ.

(2) વરસાદી પાણીનો સંગ્રહ કરીને જળસ્રોતોમાં વધારો કરવો જોઈએ.

(3) હાલમાં આપણા દેશની ઘણી નદીઓ ગંદા નાળામાં ફેરવાઈ ગઈ છે, એને કારણે પણ આપણું જળસ્તર ઘટી રહ્યું છે એ નદીઓની સફાઈ કરી, એમાં કોઈ જાતનો કચરો ના જવા દઈને પણ પર્યાવરણની રક્ષા કરી શકાય છે.

(4) વૃક્ષોનું ભરપૂર પ્રમાણ વાવેતર કરવું જોઈએ.

(5) જુદા જુદા નિમિત્તો ઊભા કરી વૃક્ષવાવેતરને વધારવું જોઈએ જેમ કે જન્મદિવસ, મરણદિવસ, પુત્ર- પુત્રી આગમન, લગ્ન પ્રસંગ જેવા નિમિત્તે એકબીજાને ભેટ રૂપે વૃક્ષના છોડ આપીને વૃક્ષારોપણ વધારવું જોઈએ.

(6) કાગળનો ઓછામાં ઓછો ઉપયોગ કરી જંગલો કપાતાં અટકાવવા જોઈએ.

ઉપસંહાર:-

ટૂંકમાં, પર્યાવરણનો પ્રશ્ન આપણને સૌને સ્પર્શે છે માટે એની રક્ષા કરી પ્રકૃતિને, કુદરતને વચન આપીએ કે અમે પ્રકૃતિનું જરૂરથી જતન કરીશું, પર્યાવરણની રક્ષા કરી સૃષ્ટિનું જીવન બચાવીશું.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement