રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ | રાષ્ટ્રીય એકતા દિવસ નિબંધ | rashtriya ekta and akhandta essay in gujarati | rashtriya ekta essay in gujarati | rashtriya ekta par nibandh | rashtriya ekta nibandh

rashtriya ekta essay in gujarati

 

શું તમે ગુજરાતીમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!   આ આર્ટીકલમાં અમે સરસ મજાનો રાષ્ટ્રીય એકતા દિવસ નિબંધ | શરદપૂર્ણિમાએ નૌકાવિહાર નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે  rashtriya ekta and akhandta essay in gujarati | rashtriya ekta essay in gujarati | rashtriya ekta par nibandh | rashtriya ekta nibandh  ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

ભારતમાં વિવિધતામાં એકતા છે. ભારતની સંસ્કૃતિ અજોડ છે. અહીંના લોકોમાં સર્વધર્મસમભાવ અને ધર્મસહિષ્ણુતા જોવા મળે છે. આપણા દેશમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો એકસાથે સહકારથી રહે છે એ આપણી સૌથી મોટી મૂડી છે.

પ્રાંતવાદનું ઝેર:-

આપણા દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, ધર્મ, ભાષા, રીતરિવાજો વગેરેમાં જરૂર ભિન્નતા પ્રવર્તે છે. આમ છતા 'સમગ્ર ભારત એક છે અને આપણે બધાં ભારતમાતાનાં સંતાનો છીએ' એ ભાવના આપણા મનની મુખ્ય સંવેદના બની રહી છે. પરદેશ હુમલાઓ થવા છતાં ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને ભાવાત્મ એકતા કાયમ ટકી રહી છે.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી રાષ્ટ્રિય એકતાની ભાવનામાં ઓટ આવી હોય એમ લાગે છે. ભાષાના પ્રશ્ને આપણે ઘણી વાર સંકુચિત પ્રાંતવાદમાં તણાઈ જઈએ છીએ. રાજ્યોની સીમા, નદીઓનાં પાણી, ધર્મ કે કોમને નામે થતા વિખવાદો અને અલગ રાજ્યોની માગણીઓ રાષ્ટ્રિય એકતા અને અખંડિતતાને શિથિલ બનાવી રહ્યાં છે. પરિણામે દેશના વિકાસ પર વિઘાતક અસર થઈ રહી છે. વિદેશી પરિબળો પણ આપણા દેશની અખંડિતતાને હાનિ પહોંચાડવા માટે પરોક્ષ રીતે પ્રયત્નો કર્યા જ કરે છે.

વિદેશી આક્રમણો અને રાષ્ટ્રિય એકતા:-

દેશની સ્વતંત્રતા વખતે જે દેશપ્રેમનો જુવાળ જોવા મળ્યો હતો, તેની રસપ્રદ વાતો સાંભળીને દરેક ભારતવાસી ગર્વ અનુભવે એ સ્વાભાવિક છે. એ જુસ્સો, સમર્પણ અને એકતાને કારણે જ અંગ્રેજોને ભારત છોડીને જવું પડ્યું. 150 વર્ષથી જમાવેલી સત્તા છોડાવી એ કઇ સહેલી વાત ન હતી. દેશની આઝાદીના 15 વર્ષ પછી પહેલી વાર રાષ્ટ્રિય એકતાનું મૂલ્ય સમજાયું, જ્યારે ચીને ભારત પર 1962માં આક્રમણ કર્યું. ત્યારબાદ 1966માં પાકિસ્તાને આક્રમણ કર્યું, ત્યારે રાષ્ટ્રભાવનાનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. પ્રાંત, પ્રદેશ, કોમ અને ધર્મના ભેદભાવો ભૂલીને બધા દેશપ્રેમના રંગે રંગાયા હતા. ઇ. સ. 1999-2000ના વર્ષમાં કારગીલ અને દ્રાસ સેક્ટરમાં ઘૂસેલા પાકિસ્તાની ઘુસણખોરો સાથેના જંગ વખતે પણ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ રાષ્ટ્રિય એકતા અને દેશભક્તિ જોવા મળી હતી.

વિદ્યાર્થીઓના માનસમાં રાષ્ટ્રિય ભાવનાનું સિંચન કરીશું તો રાષ્ટ્રિય એકતાનો પાયો સંગીન થશે. શિક્ષણસંસ્થાઓ એમાં નોંધપાત્ર યોગદાન આપી શકે. તે યુવક-મહોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રિય પર્વોની ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ખીલવવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. રેડિયો, ટીવી તેમજ ફિલ્મનિર્માતાઓએ આ બાબતમાં નોંધપાત્ર ફાળો આપવો જોઈએ. રાષ્ટ્રિય એકતાની ભાવનાને પોષક નીવડે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહિત્યને પૂરેપૂરું ઉત્તેજન આપવું જોઈએ.

એકતા માટે જરૂરી પ્રયાસો:-

ભિન્ન ભિન્ન ભાષાઓ, ધર્મો અને જ્ઞાતિઓના લોકો એકસૂત્રે ગૂંથાઈને રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરે એ માટે આપણે પ્રામાણિક પ્રયત્નો કરવા જોઈએ.

જગતના તમામ પ્રગતિશીલ રાષ્ટ્રો સાથે કદમ મિલાવવા માટે આપણે સંગઠિત થવું જરૂરી છે. ભારતની જાહોજલાલી વધે અને તે વિકસિત રાષ્ટ્ર બને એ માટે આપણી રાષ્ટ્રિય એકતાનું કોઈ પણ ભોગે જતન કરવું પડશે.

ઉપસંહાર:-

દેશ પર જ્યારે આફત આવે, બાહ્ય આક્રમણ થાય ત્યારે જ આપણી રાષ્ટ્રિય એકતા પ્રગટ થાય છે અને ભયના ઓળા જતાં જ પાછા અંદરોઅંદર ઝઘડવા માંડીએ છીએ. આપણી રાષ્ટ્રિય એકતા આટલી કાચી છે. અલગ અલગ જિલ્લા અને રાજ્યો માત્ર વહીવટ માટે છે. આપણે બધાં ભારતીય છીએ એ જ સત્ય છે. હિંદમાતાને સંબોધન કાવ્યની પંક્તિ

"ઓ હિન્દુ દેવભૂમિ સંતાન સૌ તમારા

કરીએ મળીને વંદન સ્વીકરજો અમારા"

આ પંક્તિ આપણને આપણી એકતા અને અખંડિતતા સ્પષ્ટ કરે છે.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement