સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ નિબંધ | કન્યા કેળવણી નિબંધ | samaj ma mahila nu mahatva essay in gujarati | samaj ma kanya kelavani nu mahatva essay in gujarati

 
samaj ma kanya kelavani nu mahatva essay in gujarati

શું તમે ગુજરાતીમાં સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!   આ આર્ટીકલમાં અમે સરસ મજાનો કન્યા કેળવણી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે samaj ma mahila nu mahatva essay in gujarati | samaj ma kanya kelavani nu mahatva essay in gujarati  ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

સ્ત્રીઓના ઉદ્દાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે સ્વામી દયાનંદે લખ્યું છે કે, એક પુરૂષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો નાત્ર તે એકલો જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદૃઢ બનાવે છે. હાલના સામાજિક દૂષણોને ડામવા, વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે.

સ્રી - પુરુષ એકબીજાના પૂરક:-

સ્ત્રી અને પુરુષ બંને એકબીજાનાં પૂરક. કુદરતે બંનેની અંગરચનામાં એવું ગોઠવેલું છે જેને કારણે એક વગર બીજું અધૂરું રહે. પુરુષમાં પુરુષપણું... કઠોરપણું મૂક્યું અને સ્ત્રી મા નાજુકાઈ. પુરુષને એના પૌરુષત્વને અનુરૂપ કુટુંબના પાલન પોષણ-સંવર્ધનની જવાબદારી મળી, જયારે સ્ત્રીએ કુટુંબના ઘરસંસારને સાચવવાની જવાબદારી સ્વીકારી. બંનેની જવાબદારી કુટુંબરથના પૈડા જેવી. ન કોઈ ઊંચું ન કોઈ નીચું.

મધ્યકાળમાં કન્યાકેળવણીનો અભાવ:-

સમય જતાં પરિસ્થિતિ બદલાઈ. શરીરનાં બંધારણની દૃષ્ટિએ બળ અને બુદ્ધિમાં વિશેષતા ધરાવતા પુરુષ પોતાની મહત્તા વધારી દીધી, સમાજ ધીરે ધીરે પુરુષપ્રધાન બનતો ગયો. આવા, સમાજમાં નારીનો દરજ્જો સમાન મટીને, પુરુષથી ઊતરતો, બીજો નંબરનો બની ગયો. પુરુષ કુટુંબનો વડો અને સર્વોપરી વ્યક્તિ બની ગયો. કુટુંબની સેવા કરનારી સ્ત્રી દાસી બની ગઈ. સદીઓથી આરંભાયેલી આ પરંપરામાં સ્ત્રીનું ખૂબ જ શોષણ થતું રહ્યું. ધીમે ધીમે એના શિક્ષણ ઉપર પ્રતિબંધ લદાયો. ધાર્મિક રીતે નીતિ-નિયમો લાદીને એને શ્રદ્ધાળુમાંથી અંધ-શ્રદ્વાળુ બનાવાઈ. એના હાથમાં કુટુંબનો આર્થિક વ્યવહાર ન હોવાને કારણે એને ફરજિયાતપણે પુરુષના અનુશાસનમાં જ રહેવું પડે એવું વાતાવરણ પેદા કરવામાં આવ્યું. બળાત્કાર, દહેજપ્રથાના અનિષ્ટોનો ભોગ બનેલી નારીનો અવાજ સદીઓ સુધી ગૂંગળાયેલો રહ્યો.

પરિણામ સ્વરૂપ નારીની દુર્દશા:-

નારીની આવી દુર્દશાના મૂળમાં પડેલો છે એના શિક્ષણનો અભાવ. જ્ઞાનરૂપી શિક્ષણ એ એવો પ્રકાશ છે જેનાથી અજ્ઞાનનો અંધકાર નાશ પામે છે. વીસમી સદીના આરંભથી સમાજમાં કન્યાકેળવણીનો મહિમા વધ્યો. રાજા રામમોહનરાય જેવા સમાજસુધારકોએ સમાજને કન્યાકેળવણીનું મહત્ત્વ સમજાવ્યું. ધીમે ધીમે સમાજમાં સ્ત્રી શિક્ષણના પ્રસાર અને પ્રચાર વધ્યા. અને આજે તો હવે સ્ત્રી શિક્ષણ એ સામાન્ય બાબત બની ગઈ છે જાણે. સ્ત્રી ને કેળવણી આપવી જરૂરી છે એવું તો સહુ સ્વીકારતા થયા છે પરંતુ એક મતભેદ કેટલોક સમય સુધી સમાજમાં પ્રસરેલો રહ્યો હતો અને હજી કેટલેક અંશે છે પણ ખરો. આ મતભેદ પ્રમાણે સ્ત્રી અને પુરુષનાં કાર્યક્ષેત્ર અલગ હોવાને કારણે શું બંનેને જે કેળવણી આપવામાં આવે તે અલગ હોવી જોઈએ કે એકસરખી ? આ સંદર્ભમાં વિચારભેદ છે. કેટલાક એવું માને છે કે બધા પ્રકારના ગૃહસંસ્કારનો આધાર બુદ્ધિમાન અને સુશીલ માતા ઉપર છે. સુશિક્ષિત પુરુષ જેટલી જ જરૂરિયાત ઘરમાં સુશિક્ષિત સ્ત્રીની પણ છે. સ્ત્રી અને પુરુષ બંનેનું શિક્ષણ અમુક સમય સુધી ભલે સરખું હોય, પણ પછી એમાં પરિવર્તન જરૂરી છે. પછીના એ શિક્ષણમાં સ્ત્રી માટે ગૃહવ્યવસ્થાની સાથોસાથ વ્યવહારમાં દૂરંદેશી અને કરકસરની તાલીમ મળે એવું શિક્ષણ એને મળવું જોઈએ. અલબત્ત, આ એક મત હતો પણ એ સંપૂર્ણપણે સ્વીકારી શકાય એવો નથી કારણ કે એકવીસમી સદીમાં હવે સ્ત્રી એ ઘર જ સંભાળવું જોઈએ એવી માન્યતા રહી નથી.

સમાજ જાગૃતિ:-

સ્ત્રીને શિક્ષણ મળવાને કારણે હવે તો એનામાં ઘણી બધી જાગૃતિ આવી છે. હવે તો સમાજનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં પુરુષની જેમ સ્ત્રી પહોંચી ના હોય ! અવકાશના ક્ષેત્રે કે પછી નેવીના ક્ષેત્રે કે પછી સંરક્ષણના ક્ષેત્રે આજે શિક્ષણ દ્વારા નારીએ પોતાનું સર્વોચ્ચપણું સિદ્ધ કર્યું છે.

કન્યાકેળવણીનો વિકાસ:-

એકવીસમી સદીની નારી હવે અબળા રહી નથી. તે આપણે ઉપર જોયું એમ સામાજિક રીતે શિક્ષિત અને પુરુષ સમોવડી બનવા માંડી છે. આર્થિક રીતે પગભર એવી નારીમાં હવે સ્વસમ્માન અને સ્વાભિમાન, આત્મ ગૌરવ અને આત્મવિશ્વાસની ભાવના વધવા માંડી છે. સરકારે પણ સ્રી શિક્ષણને પ્રોત્સાહન મળે એવાં ઘણાં બધાં પગલાં લેવા માંડ્યા છે. અમુક કક્ષા સુધી સ્રીશિક્ષણને ફ્રી બનાવીને પણ એનો પ્રચાર-પ્રસાર વધાર્યો છે.

નારીગરિમા:-

સમાજમાં જેમને પદ્મશ્રી, પદ્મભૂષણ જેવા ઉચ્ચ સમ્માન પ્રાપ્ત થયા હોય એવી નારીગરિમાનાં ઘણાં ઉદાહરણો જોવા મળે છે દિગ્ગજ લોકગાયિકા દિવાળીબહેન ભીલ, ચાર દાયકાથી છવાયેલાં ગાયિકા અનુરાધા પૌડવાલ, નૃત્યાંગના કલાગુરુ મૃણાલિની દેસાઈ, પાકશાસ્ત્રમાં પારંગત કિચનક્વીન તરલાબહેન દલાલ, આસામના ઓલ રાઉન્ડર ફિલ્મમેકર એલી એહમદ, રિયો ઓલિમ્પિક્સમાં દેશનું નામ રોશન કરનાર દીપા કરમાકર જેવી નારીગરિમા એ આજની કન્યાકેળવણીના જ સુફળ છે ને ?

ઉપસંહાર:-

ટૂંકમાં, સ્ત્રી કેળવણી એ આજના સમાજની અનિવાર્ય અને તાતી જરૂરીયાત છે. સમાજ આજે જાગૃત બન્યો છે અને એ રસ્તે આગળ પણ વધ્યો છે છતાં હજી એ દિશામાં એણે ઘણું કરવાનું બાકી છે.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement