શરદપૂર્ણિમા રઢિયાળી રે નિબંધ | શરદની શોભા સોહામણી નિબંધ | શરદપૂર્ણિમાએ નૌકાવિહાર નિબંધ | sharad purnima nibandh | sharadpurnima radhiyali nibandh | sharad purnima essay in gujarati

 
sharad purnima essay in gujarati

શું તમે ગુજરાતીમાં શરદપૂર્ણિમા રઢિયાળી રે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!   આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શરદની શોભા સોહામણી નિબંધ | શરદપૂર્ણિમાએ નૌકાવિહાર નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે sharad purnima nibandh | sharadpurnima radhiyali nibandh | sharad purnima essay in gujarati  ની PDF પણ Download કરી શકશો.

 પ્રસ્તાવના:- 

પ્રકૃતિનું ઋતુચક્ર સતત પરિવર્તન પામતું રહે છે. હિંદુ પંચાગ આ ઋતુઓને હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત, વર્ષા અને શરદ રૂપે ઓળખાવે છે. એમાં શરદનો સમય એટલે સંતૃપ્તિ અને સંતોષનો સમય. વર્ષાની વાદળીઓ જગત કલ્યાણ અર્થે વરસીને આકાશેથી વિદાય થઈ ગઈ હોય ત્યારે નિરભ્ર આકાશ સ્વચ્છ સ્વચ્છ શ્વેત શ્વેત બની જાય છે.

શરદની પૂર્ણિમાનું સૌંદર્ય:-

એક તરફ વિદાય લેતી વર્ષા અને બીજી તરફ હૂંફાળો શિયાળો એ બેના સંગમકાળે શરદનું સૌંદર્ય મોહક રૂપ ધરી પૃથ્વી ઉપર વિલસે છે. ઋતુ પરિવર્તનના આ કાળે વ્યક્તિએ પોતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી હોવાથી જ કદાચ "શતમ્ં જિવં શરદ:” કહેવાયું હશે.

પ્રકૃતિને અનહદ પ્રેમ કરનાર માનવીએ પૂર્ણિમાને નિમિત્ત બનાવીને કેટલા બધા ઉત્સવો ઊભા કર્યાં છે ! પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર ક્યારેક હોળીના ઉત્સવ રૂપ તો ક્યારેક બળેવના ઉત્સવ રૂપે ઉજવાય છે. પોષી પૂનમ, નાળિયેરી પૂનમ, ગુરુપૂર્ણિમાની જેમ શરદપૂર્ણિમાનું પણ એક ઉત્સવ રૂપે અનેરું મૂલ્ય અને મહત્વ છે !

નૌકાવિહારનો આનંદ:-

શરદ માસની પૂનમ એટલે શરદપૂર્ણિમા ! એ સમયનું આકાશ જાણે કે ચાંદનીનો મહાસાગર ! રસરાજ ચંદ્ર જાણે કે પોતે આખાય ભૂમંડલનો માલિક હોવ એમ ચારેકોર પોતાનું સામ્રાજય ફેલાવી મદમત્ત બનીને વ્યાપી વળ્યો હોય છે. એના તેજમાં પેલા તારલા તો બિચારા નાનકડા ટમટમતા દીપ હોય એવા ભાસે છે.

સૃષ્ટિનાં વિવિધ તત્ત્વો ઉપર શરદના ચંદ્રની રોમાંચક અસર જોવા મળે છે. પેલો સાગર તો શરદના ચંદ્રને નીરખીને એવો હિલોળે ચડે છે ણે પોતાના મોજાંઓથી એને ભેટવા ના ધસતો હોય ! શરદની રાત્રિએ સાગરમાં કે પછી સરિતામાં નૌકાવિહારે નીકળવું એ પણ એક અનોખો લહાવો જ છે !

આકાશમાં પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય.. એ ચંદ્રના ઈજન (આમંત્રણ)થી સાગરનાં મોજા ઊછળી રહ્યાં હોય... એની ઉપર નૌકા જાણે કે મોજાં ઉપર નૃત્ય કરતી હોય એમ ઊછળતી – કુદતી હોય અને એવી નૌકામાં વિહાર... એ આનંદ અદ્ભુત હોય છે ! ચાંદનીનું અમૃત ચોમેરથી વરસીને જગત આખાને આનંદમય બનાવતું હોય ત્યારે સરિતા કે સાગરમાં નાવડીમાં ધૂમવું મનમયૂરને મત્ત બનાવવા પૂરતું હોય છે !

કવિઓ અને યુવાનોની પ્રિય:-

આમ તો શરદ ઋતુ સૌની માનીતી અને પ્રિય ઋતુ છે પણ એમાંય કવિઓ અને યુવા હૃદયોને એ વધારે વહાલી છે. શરદની રમણીય પ્રકૃતિનું સૌંદર્ય ઋજુ હ્રદયના કવિઓને કવિતા રચવાની પ્રેરણા આપવાનું નિમિત્ત બને છે. એવી જ એક શરદની સોહામણી પૂર્ણિમાનું સૌંદર્ય નીરખી કવિશ્રી ઉમાશંકર જોશીનું ઉરઝરણ આવું ટહુકી ઉઠ્યું હશે.

'સૌંદર્યો પી ઉરઝરણ પછી ગાશે જ આપમેળે !'

શરદપૂનમના સૌંદર્યને વર્ણવતાં કવિઓ ક્યારેય થાક્યા નથી. કવિશ્રી બાલમુકુંદ દવેએ શરદના ચંદ્રના સૌંદર્યને આ રીતે વર્ણવ્યું છે –

જગસકલની ત્રાંબાકૂંડી ભરી તસુએ તસુ,
શશિયર સ્વયં ના'વા જાણે રહ્યો નભથી સરી

સૃષ્ટિ આખી જાણે પાણીથી ભરેલી તાંબાની કૂંડી છે અને એમાં સ્નાન કરવા શશિયર એટલે કે ચંદ્ર આકાશથી સરીને નીચે આવી રહ્યો છે !

ઉત્સવ રૂપે ઉજવણી:-

શરદની રઢિયાળી રાત્રે ચાંદનીની સેર કરવા સૌ નીકળી પડે છે. કોઈ અગાસીમાં, ખુલ્લા મેદાનમાં, બાગબગીચામાં, નદી-તળાવ કે સાગર કાંઠે જઈને સૌ શરદના પૂર્ણચંદ્રની ચાંદનીને માણે છે. એ જ રીતે નવરાત્રિના ગરબાના હિલોળે ઝૂમતી રાત્રિઓ શરદપૂર્ણિમાએ સાગમટે (એક સાથે) ગરબે ઘૂમવા નીકળી પડે છે. કોઈ કવિએ ગાયું છે.

 આસો માસો શરદ પૂનમની રાત જો,

ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.

શરદની રાત્રિએ પૂનમની ચાંદનીનો સ્પર્શ પામેલા દૂધપૌંઆનો સ્વાદ પણ ચાંદની જેવો જ શીતળ અને છતાંય મિષ્ટ હોય છે !

ઉપસંહાર:-

ટૂંકમાં, શરદનો સમય એટલે સાત્ત્વિકતા, સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો સમય. શરદના પગલે આવતી દિવાળી અને એ પછીના નુતન વર્ષના આગમનના સત્કારનો સમય. શરદમાં સર્વત્ર પ્રસન્નતા ચોમેર પ્રસરે છે અને એટલે જ કદાચ આદિકાળથી શરદનું અને એમાંય શરદની પૂર્ણિ આકર્ષણ વિશેષ જોવા મળે છે !

આ પણ વાંચો:-

ગુરુ પૂર્ણિમા પર નિબંધ | ગુરુ પૂર્ણિમા પર નિબંધ ગુજરાતીમાં | Guru Purnima Par Nibandh | Guru Purnima Essay in Gujarati

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement