શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી નિબંધ | શિક્ષણનું માધ્યમ માતૃભાષા નિબંધ | શિક્ષણનું મહત્વ નિબંધ | shikshan nu madhyam matrubhasha ka angreji | shikshan nu mahatva in gujarati

 
shikshan nu mahatva in gujarati

શું તમે ગુજરાતીમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!   આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શિક્ષણનું માધ્યમ માતૃભાષા નિબંધ | શિક્ષણનું મહત્વ નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે  shikshan nu madhyam matrubhasha ka angreji | shikshan nu mahatva in gujarati  ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

"માનવના વિચારો અને લાગણીઓને વાત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા."

બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવુ જેથી તેની કારકિર્દી વધુ મજબૂત, શુદ્રઢ બને તેની ચિંતામાં આજના માં-બાપો રહેતા હોય છે. અંગ્રેજી માધ્યમમાં ભણવાનું ચલણ આજકાલ વધારે જોવા મળે છે. તેમાં નાના મોટા શહેરોમાં વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રેવેશ અપાવવા આકાશપાતાળ એક કરતાં હોય છે. અંગ્રેજી માધ્યમમાં બાળકોને શિક્ષણ આપવાથી તેની કારકિર્દી સારી વધુ સક્ષમ બને છે તેવી માન્યતા આજના વાલીઓમાં જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે બાળકને ક્યાં માધ્યમનું શિક્ષણ આપવું. અંગ્રેજી કે ગુજરાતી?

માતૃભાષા એટલે ?

માતૃભાષા એટલે સ્વભાષા. પોતાની ભાષા, બાળક સમજણું થાય ત્યારે પોતાના કુટુંબમાં અને પોતાની આજુબાજુના વાતાવરણમાં જે ભાષા બોલાતી હોય તે ભાષા શીખતું હોય છે. એટલે બીજી રીતે માતૃભાષા બાળકને મા-બાપ દ્વારા અને આસપાસના વાતાવરણમાંથી વારસામાં મળે છે. અને એ એની પોતાની ભાષા, માતૃભાષા બની જાય છે.

બાળકના માનસિક વિકાસમાં માતૃભાષાનું મહત્ત્વ:-

ગાંધીજીએ એક સ્થળે માતૃભાષાનો મહિમા કરતાં કહ્યું છે. 'બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે. બાળક શિક્ષણની શરૂઆત મા પાસેથી કરે છે. આથી બાળકના માનસિક વિકાસ માટે તેની માતૃભાષા કરતાં જૂદી ભાષા લાદવી એને હું માતૃભૂમિ સામેનો અપરાધ ગણું છું,'

વ્યક્તિના વિકાસમાં તેની માતૃભાષાનું મહત્ત્વ ઘણું બધું છે. વ્યક્તિ કોઈ પણ જ્ઞાન ભલે ગમે તે ભાષા દ્વારા મેળવતી હોય, પણ તેની સમજ તો માતૃભાષા દ્વારા જ મેળવે છે. એટલું જ નહીં કોઈપણ વ્યક્તિના મનમાં જે વિચારો ચાલતા હોય તે વિચારો પણ એને એની સ્વભાષા એવી માતૃભાષામાં જ આવતા હોય છે. વ્યક્તિ જેટલી સરળતા અને સહજતાથી પોતાની માતૃભાષામાં વાતચીત કરી શકે છે એટલી અન્ય ભાષામાં ભાગ્યે જ કરી શકે છે.

પ્રાથમિક માધ્યમિક શિક્ષા માતૃભાષામાં:-

આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરને પરિણામે ભણૅલા મા-બાપનો આગ્રહ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાનો હોય છે. પોતાનું બાળક અંગ્રેજીમાં બોલે, એને લોકો ‘મોડર્ન’ ગણે એવી મા-બાપની આકાંક્ષા હોય છે. અને એટલે જ ઊંચી ફી આપીને પણ બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલ બાળકના શાળાજીવનની શરૂઆતથી મળે એ માટે વાલીઓ આકાશ પાતાળ એક કરે છે. આ બધું જોઈને એક પ્રશ્ન મનમાં ઉદ્દભવે છે કે બાળકને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું જોઈએ કે પછી અંગ્રેજી માધ્યમમાં ?

આપણે ઉપર એવું તેમ બાળક સૌ પહેલાં બોલતાં-વિચારતાં માતૃભાષામાં શીખે છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ બાળક જન્મે છે એવું તરત જ બોલવા માંડતું નથી. ભાષા માણસે શીખવી પડે છે. બાળક સાત- આઠ મહિનાનું થાય ત્યારે કાન દ્વારા આજુબાજુથી આવતા અવાજોમાંથી ઘણા બધા અવાજોને ગ્રહણ કરે છે, એમાંથી ભાષાના ધ્વનિઓ ગ્રહણ કરીને ધીમે ધીમે એને ભાષા શીખવવામાં આવે છે. મોટે ભાગે એ સમયે એને માતા-પિતા, સ્વજનો દ્વારા જે શીખવાય છે એ એની માતૃભાષા છે. માતૃભાષામાં જ બાળક સમજતાં શીખે છે. જુદી જુદી વસ્તુઓના અર્થને ગ્રહણ કરે છે. બાળક ત્રણ થી પાંચ વર્ષનું થાય એ સમયે માતૃભાષા દ્વારા જ એ પોતાની આજુબાજુનાઓ સાથે વ્યવહાર કરે છે. આપણે ઉપર ગાંધીજીના વિધાનમાં જોયું તેમ જેવી રીતે માના ધાવણથી બાળકનું પોષણ સંવર્ધન થાય છે એવી રીતે માતૃભાષા દ્વારા જ એ જગતનો સૌપ્રથમ પરિચય પામે છે. અને એટલે જ બાળકને એનું શાળાજીવનના આરંભકાળનું શિક્ષણ એટલે કે પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ એની માતૃભાષામાં અપાય તો એનાથી બાળકની સમજદારીનો વિકાસ થાય છે. માતૃભાષા દ્વારા મળેલું શિક્ષણ બાળકને વધારે સમજાય છે. વધારે સમજાવાને પરિણામે એ શિક્ષણ એને પચે છે. બાળક જે તે વિષયોને સારી રીતે સમજી શકે છે અને પોતાના વિચારો પણ સરળ રીતે, અસરકારક રીતે વ્યક્ત કરી શકે છે.

ઉચ્ચશિક્ષણ અંગ્રેજી દ્વારા:-

હા, એ પણ એટલું જ સાચું છે કે અંગ્રેજી ભાષા એ આજે તો વિશ્વભરમાં ફેલાયેલી સમૃદ્ધ ભાષાઓમાંની એક છે. પણ બાળકને છેક નાનપણથી જો અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવામાં આવે તો એને માધ્યમને કારણે જે તે વિષય સમજવામાં મુશ્કેલી અનુભવાશે. પોતાના ઘરના વાતાવરણમાં માતૃભાષાથી ટેવાયેલું બાળક, અંગ્રેજી માધ્યમની ઓછી પ્રેક્ટિસને કારણે એના આરંભકાળમાં અંગ્રેજી માધ્યમમાં જો ભણાવવામાં આવે તો કદાચ એના અભ્યાસમાં પાછું પડી જઈ શકે છે. માટે બાળકને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ તો માતૃભાષામાં અપાવું જોઈએ. કોલેજ કક્ષાએ પછી એ અંગ્રેજી માધ્યમ દ્વારા અભ્યાસ કરી શકે છે. ત્યારે એનું મગજ વિકસિત થયું હોય છે, એટલે થોડી પ્રેક્ટિસથી એ અંગ્રેજી માધ્યમ દ્વારા સરળતાથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે.

દુનિયાના ઘણા બધા વિકાસશીલ અને વિકસિત દેશો હાલમાં પણ પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ આપવાનો આગ્રહ રાખે છે. રશિયા, ચીન, સ્વીડન, ઈઝરાયેલ વગેરે દેશો માતૃભાષામાં જ પોતાની નવી પેઢીને શિક્ષણ આપવાનું પસંદ કરે છે.

ઉપસંહાર:-

ટૂંકમાં, પ્રત્યેક વ્યક્તિમાં પોતાની માતૃભાષા પ્રત્યે સ્નેહાદર હોવો જોઈએ અને બાળકને પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ માતૃભાષામાં અને ઉચ્ચ શિક્ષણ આવશ્યકતા અનુસાર અંગ્રેજી માધ્યમમાં અપાવું જોઈએ.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement