ઉનાળાની બપોર ગુજરાતી નિબંધ | ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ | ઉનાળો જોગી જટાળો નિબંધ | વૈશાખી વાયરા વાયા નિબંધ | unadani bapor essay in gujarati | grishma no madhyahan nibandh | vaishakhi vayra vaya nibandh | unalo jogi jatalo nibandh | |

 
unadani bapor essay in gujarati

શું તમે ગુજરાતીમાં ઉનાળાની બપોર ગુજરાતી નિબંધ અથવા ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ અથવા ઉનાળો જોગી જટાળો નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો વૈશાખી વાયરા વાયા નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Unadani Bapor Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

કહેવાય છે કે આ સૃષ્ટિનું સર્જન વેદધર્મની ત્રિમુર્તિ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - માંના એક દેવ બ્રહ્માએ કર્યું છે, જેને આપણે સૃષ્ટિ કહીએ છીએ એ જ છે પ્રકૃતિ. પ્રકૃતિ માટેનો જ બીજો શબ્દ છે કુદરત. કુદરત પોતાનામાં વસતી જીવસૃષ્ટિને પોતાનાં ભાતીગળ રૂપ-સ્વરૂપનો અનુભવ કરાવે છે.

કુદરતનું ઋતુચક્ર:-

આપણો ભારત દેશ. એમાં કુદરતે પ્રકૃતિનાં મુખ્ય ત્રણ રૂપો - ત્રણ ઋતુઓ – રૂપે ઉપસાવ્યાં છે. ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. બાર મહિનાનું ના ઋતુચક, કારતક, માગસર, પોષ ,મહા શિયાળા રૂપે, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠમાં ઉનાળા રૂપે અને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસોમાં ચોમાસા રૂપે જીવસૃષ્ટિની આસપાસ ફરે છે.

ઉનાળાની ઓળખાણ:-

શિયાળામાં પૃથ્વી સૂરજથી દૂર હોવાથી ઠંડીનો અનુભવ થાય છે તો ઉનાળામાં પૃથ્વી સૂરજની નજીક હોવાથી કાળઝાળ ગરમી અનુભવાય છે.

કવિ જયંત પાઠકે ઉનાળાની ઓળખાણ, ઉનાળાના આગમનને આમ વર્ણવ્યું છે.

                "રે આવ્યો કાળ ઉનાળો,
અવની અખાડે, અંગ ઉપાડે, અવધૂત ઝાળજટાળો"

ઉનાળાની બપોરની ગરમી:-

ફાગણ માસથી સૂર્યદેવતા ધીમે ધીમે તપવા માંડે છે. વૈશાખ માસમાં ગરમી સૌથી વિશેષ હોવાથી વૈશાખના બપોરને અતિશય ગરમીના પર્યાય કે સંકેતરૂપે જોવામાં આવે છે. આ દિવસોમાં સવારનો સૂરજ બપોર થતાં સુધીમાં તો પ્રચંડ રૂપ ધારણ કરીને જાણે દુર્વાસાનો કોપ વરસાવતો હોય એમ ધરતીને બાળવા માંડે છે. શિયાળામાં મનગમતા મિત્ર જેવો સૂર્ય ઉનાળામાં અણગમતા અતિથિ જેવો રંજાડે છે.

ઉનાળાનો બપોર એટલે અસહ્ય ગરમી અને ઉકળાટ. ઉનાળાના બપોરે ગરમી એની પરાકાષ્ઠાએ પહોંચે છે. સૂર્ય સહેજ રાશવા ચડે એટલે તરત જ ગરમી ફૂંકવાનું શરૂ કરે અને માથા પર આવે એટલે તો જાણે આકાશમાંથી અગનગોળા જ છૂટવા માંડે છે. ગ્રીષ્મનો મધ્યાહ્ન એટલે ઉષ્ણતાનો ઉકળતો ચરુ ! પ્રકૃતિનું રૌદ્ર રૂપ આપણને ઉનાળાના બળબળતા બપોરે જોવા મળે. ધરતી અને આભ બંને ઉપર ગરમીનું સામ્રાજ્ય હોય ત્યારે ક્ષિતિજ હાંફતી જણાય. રણમાં અને સૂર્યથી બળબળતી ખુલ્લી સડકો પર મૃગજળની ઝાંખી થાય.

ઉનાળામાં કુદરત જાણે કે કોપેલી હોય એમ બધું બાળીને ભસ્મ કરવા તત્પર હોય. એની ઝપટમાં આવનાર તમામ - માનવી, પશુઓ, પંખીઓ - ને તોબા પોકરાવી દે. વૈશાખી વાયરા દઝાડવાનું કામ કરતા હોય. અને એટલે જ સજીવસૃષ્ટિની પ્રવૃત્તિઓમાં ઓટ આવે છે.

ગરમીમાંથી રાહત મેળવવાના રસ્તા:-

ઉનાળાની બપોરે લોકો ઘરમાં પુરાઈ રહેવાનું જ પસંદ કરે છે. પક્ષીઓ પણ વૃક્ષોમાં અને પ્રાણીઓ વૃક્ષોના છાંયડામાં આશરો લેતાં હોય છે. શહેર અને ગામડાના રસ્તા નિર્જન બની જાય છે. ન છૂટકે બહાર નીકળતા લોકો ગરમીથી ત્રસ્ત જોવા મળે છે. ગરીબ અને મજૂર વર્ગ પરસેવામાં રેબઝેબ થઈ પોતાના કામધંધે વળગેલા જોવા મળે છે.

ઉનાળાની બપોરની ગરમીમાં રાહત મેળવવા લોકો જૂદા જૂદા નુસખા પણ અજમાવતા જોવા મળે છે. આવા સમયે લોકોને બારીક વસ્ત્રો, અને એ પણ સુતરાઉનાં પહેરવાં ગમતાં હોય છે. માથે ટોપી કે કેપ અને આંખે ગોગલ્સ પહેરીને ગરમીથી બચવા સૌ કોશિશ કરે છે. ઉનાળાની ગરમીને ઓછી કરવા લોકો પોતાની સગવડ પ્રમાણે ઠંડા પીણાં, છાશ કે આઈસ્ક્રીમ પણ આરોગતા હોય છે. લોકો વોટરકૂલર કે એરકન્ડિશનર કે પછી ઈલેક્ટ્રિક પંખાનો ઉપયોગ કરી ગરમીમાં રાહત શોધતા હોય છે. એમાંય તે વળી જે લોકો પૈસેટકે સુખી હોય એ તો ગિરિમથકોનો આશરો પણ અવારનવાર લેતા હોય છે.

કવિ – સર્જકો દ્વારા વર્ણવાયેલી ઉનાળાની બપોર:-

ઉનાળો આવો ભીષણ હોવા છતાં પણ એમાંય પ્રકૃતિ પોતાનો વૈભવ પાથરવાનું ચૂકતી નથી. કવિ રાજેન્દ્ર શાહ પોતાના એક ગીતમાં એટલે જ તો કહે છે –

"આભ ઝરે ભલે આગ,
હસી હસી ફૂલ ઝરે ગુલમહોર."

ગુલમહોર, કેસૂડો કે ગરમાળો વૃક્ષોની શોભા વધારે છે. ફળોનો રાજા કેરી પણ આ ગ્રીષ્મના આકરા તાપમાં જ તો પાકે છે ને ! ઉનાળામાં પણ લોકોને શીતળતા બક્ષતાં કળી ફાલસા, તરબૂચ કે ટેટી જરૂર ખાવા મળે છે.

ખેડૂતોએ ખેડેલી જમીન પણ આકરો તાપ સહન કરીને ચોમાસું આવતાં વધુ ફળદ્રુપ બને છે. ખેડૂતોનોમોટો તહેવાર અખાત્રીજ પણ આ ઋતુમાં આવે છે. વૈશાખનંદન યાને કે ગધેડાં પણ વૈશાખના તાપમાં મસ્તબની હોચી હોંચી કરે છે. બપોરની ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે.

કવિઓ - સર્જકોએ જેમ વર્ષના સાદર્યને વર્ણવતાં કાવ્યો, નિબંધો રચ્યાં છે એમ ઉનાળાના રૂપને પા વર્ણવવાનું એમને ગમ્યું છે. રા.વિ. પાઠકે 'વૈશાખનો બપોર' નામના કાવ્યમાં ઉનાળાનું સરસ રૂપ ઉપસાવ્યું છે. સાથે સાથે શ્રમજીવી વર્ગની કરુણતાને પણ એમણે શબ્દરૂપ આપ્યું છે. શ્રી ઉમાશંકર જોશીએ ઉનાળાને 'ધુણી ધખાવી બેઠેલા અઘોરી' જેવો ગણાવ્યો છે. તો કાકા સાહેબે ઉનાળાને 'મૂક તપસ્વી' ની ઉપમા આપી છે.

ઉનાળો શા માટે જરૂરી ? કઈ શીખ લઈશું ?

ઉનાળો સુર્યદેવતાનિ ગરમીની રૌદૃતાનો અનુભવ કરાવી એકબાજુ જનજીવનને ભલે ત્રાહિમામ પોકારાવે છે પણ આ જ ઉનાળાની વહેલી સવાર અને રાતની ઠંડક ગુલાબી હોય છે. ગરમી હોવા છતાં ધરતીના રસકસ સુકાતા નથી એનું કારણ કદાચ એ જ હશે. ગરમીને કારણે જ તો નદી – સમુદ્રનાં પાણી વરાળ થઈ આકાશના ઉબરે વાદળ રૂપે પહોંચે છે અને આપણે વર્ષાના જળને પામી શકીએ છીએ. જેટલો તાપ વધુ એટલો વરસાદ સારો એવું એથી જ કહેવાય છે. જિંદગીમાં પણ જે વિપત્તિઓના આકરા ઉનાળા વેઠે છે એને જ જિંદગીનો મધુર રસ પણ માણવા મળે છે. આગ ઝરતા આભની સામે માનવીએ પણ હસી હસીને ગુલમહોર ઝરતા થવાનું છે.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement