વાવંટોળે વેર્યો વિનાશ નિબંધ | ઓખી નો પ્રકોપ નિબંધ | ચક્રવાતનો પ્રલય નિબંધ | સમુદ્ર માઝા મૂકે ત્યારે નિબંધ | vavantole veriyo vinash nibandh | chakravat no pralay nibandh

 

vavantole veriyo vinash nibandh

શું તમે ગુજરાતીમાં વાવંટોળે વેર્યો વિનાશ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ચક્રવાતનો પ્રલય નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Vavantole Veriyo Vinash Nibandh ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

કુદરત માનવીની મિત્ર પણ છે અને શત્રુ પણ, જેના ખોળે માનવી અપાર શાંતિ પામે છે એ જ કુદરત રૂઠે ત્યારે માનવીને ખેદાનમેદાન પણ કરી નાખે છે. કવિ કલાપીએ સાચું જ કીધું છે - “જે પોષતું તે મારતું, એ ક્રમ દીસે છે. કુદરતી'

કુદરતનો પ્રકોપ અનેક રીતે માનવ જીવનમાં તબાહી મચાવે છે. ક્યારેક એ અતિવૃષ્ટિ રૂપે કેર સર્જે છે, તો ક્યારેક દુકાળ રૂપે ! ક્યારેક એનો કોપ ધરતીકંપ બનીને વરસે છે, તો ક્યારેક વાવંટોળ રૂપે !

વાવંટોળ એટલે ?

‘વાવંટોળ' માં બે શબ્દ રહેલા છે 'વંટોળ' 'વા' એટલે વાયુ યાને કે પવન અને વંટોળ એટલે કુંડાળા કરતો જોરમાં વાતો પવન’. અને એટલે જ 'ચક્રવાત’ પણ કહે છે. ‘ચક્રવાત’ નો અર્થ પણ 'વાવંટોળ' જ થાય છે. ચક્રની જેમ વાતો પવન એટલે ચક્રવાત.

હવા અથવા વાયુ જ્યારે જોરમાં વહે ત્યારે પવન કહેવાય છે પવન જીવન માટે જરૂરી છે. એને કારણે પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિ રાહત વાળી બને છે. પવન જયારે ફૂલોનો સ્પર્શ લઈને આવે ત્યારે સુગંધિત વાયુ મનને મત્ત બનાવે છે. પણ એ જ પવન જ્યારે અતિશય જોરમાં ફૂંકાવા માંડે, કુંડાળા કરતો કરતો જોર શોરથી ફૂંકાય ત્યારે ચક્રવાત બને છે. વાવંટોળ બને છે.

આ વાવંટોળ સમુદ્રના પેટાળમાંથી:-

વાવંટોળથી સૌથી વધુ નુકસાન સમુદ્રકાંઠાના વિસ્તારોને થાય છે. આ તોફાન મોટે ભાગે દરિયાના પેટાળમાંથી ઉત્પન્ન થાય છે. સમુદ્રના પેટાળમાં ભૂકંપ થતાં તળિયે જે તોફાની હલચલ મચી જાય છે, તેને કારણે હજારો ટન પાણી એક સાથે ઉપર-નીચે થઈ જાય છે. આ કારણે સમુદ્રની સપાટી પર પ્રચંડ મોજાં ઉદ્દભવે છે. ભૂકંપના એપી સેન્ટર 300 ડિગ્રીમાં આ મોજા ફેલાય છે અને 750 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી 100 ફૂટથી પણ ઊંચાઈમાં આ મોજાં આગળ વધે છે. આ મોજાંની ગતિ ભૂકંપની તીવ્રતા કરતાં દરિયાની ઊંડાઈ ઉપર વધુ આધાર રાખે છે. જેટલો સમુદ્ર ખુલ્લો... પહોળો એટલી મોજાંની ઊંચાઈ ઓછી. જયારે સામે પક્ષે જેટલો સમુદ્ર ઊંડો એટલી મોજાંની ઊંચાઈ વધારે. સમુદ્રતટની નજીક આવતાં જ દરિયાના આ મોજાંની ઊંચાઈ એકદમ વધી જાય છે અને જેટવિમાન ઝડપે પ્રચંડ તાકાત સાથે એ કાંઠાને અથડાય છે.

એનાથી થતા નુકસાન:-

વાવંટોળ જ્યારે પણ આવે છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે. વાવંટોળમાં પવનની સાથે સાથે તોફાની વરસાદ પણ વરસે છે. પવનના જોરમાં આખી ટ્રેન ઊથલી પડી હોય કે પછી ગાડીઓ રમકડાંની જેમ અહીંથી તહીં વિંઝાતી હોય, મકાનોનાં છાપરાં હવામાં અધ્ધર ઊડી જતાં હોય એવું બને છે. આવા વાવંટોળને શિવના તાંડવ નૃત્ય સાથે પણ સરખાવી શકાય. શિવનું તાંડવનૃત્ય જેમ વિનાશક હતું એવો જ વિનાશ વાવંટોળ વેરતો હોય છે. વિનાશક પવન અને વરસાદને કારણે ઘણીવાર વીજળી બંધ થઈ જાય છે. અંધારામાં બધું અસ્તવ્યસ્ત બની જાય છે. જે વૈજ્ઞાનિક સુવિધાઓ જનજીવનને સરળ બનાવતી હોય એ ઈલેક્ટ્રિસીટી જતી રહેવાને કારણે બંધ થઈ જાય છે એને કારણે માનવજીવન બેબાકળું બની જાય છે.

ઓખી નો પ્રકોપ ક્યાંથી ? સુનામી ક્યાં ?

તાજેતરમાં અરબી સમુદ્રમાં આવું એક વાવાઝોડું ઊભું થયું, એને સુવિધા ખાતર નામ આપવામાં આવ્યું 'ઓખી' વાવાઝોડું. આ વાવાઝોડાએ ભારતની દક્ષિણે એટલે કે તામિલનાડુ અને કેરળમાં ખૂબ જ વિનાશ વેર્યો ત્યાંથી શરૂ થયેલું આ વાવાઝોડુ ગુજરાત – સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને લપેટમાં લેતું છેવટે દક્ષિણ ગુજરાતના દરિયામાં સમેટાઈ ગયું પણ એણે ઘણું બધું નુકસાન કર્યું.

‘ઓખી' વાવાઝોડાની સૌથી વધુ વિનાશક અસર દરિયામાં માછીમારી કરતાં લોકો ઉપર થઈ. એમને તંત્રદ્વારા સૂચના તો અપાઈ હતી એટલે કેટલાક તો ધંધો બંધ કરીને બેસી ગયા પણ જેઓ દરિયામાં ગયા હતા એમણે અધવચેથી પાછા આવવું પડ્યું. વાવાઝોડાની સાથે આવેલી ઠંડીને કારણે ગુજરાત આખું ચાર દિવસ ઠંડીમાં ઠુંઠવાયું. શાળા કોલેજો બંધ રહી. ઓફિસોમાં હાજરી પાંખી રહી. ઊભા તૈયાર પાકમાં ઓચિંતાના ધોધમાર વરસાદને કારણે ઘણું બધું નુકસાન થયું. કપાસ-જીરૂનો પાક નિષ્ફળ ગયો.

ઈસુના 2004 ના વર્ષના ડીસેમ્બરમાં આવેલા એક ખતરનાક વાવંટોળે - જેને ‘સુનામી' ના નામથી ઓળખવામાં આવે છે – દક્ષિણ - પૂર્વ એશિયન દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ મોટી તબાહી મચાવી હતી.

ઉપસંહાર:-

કુદરતના પ્રકોપ જેવી વાવંટોળની આ તબાહીથી તોબા તોબા ! ભગવાન બચાવે આ વાવંટોળથી !

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement