આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગી છે.
આપણાં રાષ્ટ્રધ્વજ માં સૌથી ઉપર કેસરી રંગ નો પટ્ટો હૉય છે. કેસરી રંગ વીરતા નું પ્રતિક છે. તે આપણને દેશ માટે બલિદાન આપવાની પ્રેરણા આપે છે. વચમાં સફેદ રંગનો પટ્ટો છે. તે શાંતિ નું પ્રતિક છે. સૌથી નીચે લીલા રંગ નો પટ્ટો આવેલો છે. તે દેશ ની આબાદી નું પ્રતિક છે. આપણાં રાષ્ટ્રધ્વજ ની વચ્ચે એક ચક્ર છે. તેને '' અશોકચક્ર '' કહે છે. તે બધા ધર્મો પ્રત્યે આદર રાખવાનું સૂચવે છે.
આપણે પંદરમી ઓગસ્ટે અને છવ્વીસમી જાન્યુયારીના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. આપણે રાષ્ટ્રધ્વજ ને સલામી આપીએ છીએ અને રાષ્ટ્રગીત ગાઈએ છીએ.
આપણો રાષ્ટ્રધ્વજ આપણાં દેશ ની શાન છે.
''જંડા ઊંચા રહે હમારા''.
'ભારત માતા કી જય'.