આપણા તહેવારો નિબંધ | આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ | utsavo nu manav jivanma sthan par nibandh | apna tahevar nibandh | apna tahevar essay in gujarati

 
apna tahevar essay in gujarati

શું તમે ગુજરાતીમાં આપણા તહેવારો નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!   આ આર્ટીકલમાં અમે સરસ મજાનો આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ  રજુ કર્યો છે અને છેલ્લે utsavo nu manav jivanma sthan par nibandh | apna tahevar nibandh | apna tahevar essay in gujarati ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

રોજિંદા માનવજીવનની એકવિધ ઘટમાળમાંથી મુક્ત થવા માનવી કંઈક ને કંઈક કરતો રહે છે. એ ક્યારેક જુદા જુદા સ્થળોના પ્રવાસે નીકળી પડે છે તો પછી ક્યારેક ઘરઆંગણે નિતનવા પ્રસંગોની ઉજવણી કરે છે. આજના જમાનામાં તો હવે જુદા જુદા 'ડે' ની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. ‘મધર્સ ડે”, ‘ફાધર્સ ડે’ ‘વેલેન્ટાઈન ડે’ કે પછી 'બર્થ ડે’. આ બધું માનવી આનંદની પ્રાપ્તિ માટે કરતો હોય છે.

ઉમંગ:-

તહેવારો પણ માનવજીવનમાં ઉમંગ-ઉત્સાહની રંગપૂરણીનાં માધ્યમો જ છે. કાકાસાહેબ કાલેલકરે એથી જ કહ્યું છે ‘આપણી પ્રાચીન સંસ્કૃતિની પરંપરાને અને સમકાલીન જીવનના સ્થાયી વારસાને ટકાવી રાખવાની યોજના એટલે ઉત્સવો'

કોઈપણ તહેવાર એની ઉજવણી દ્વારા કે પછી એના સામાજિક-ધાર્મિક કે રાષ્ટ્રીય સંદર્ભ દ્વારા કોઈને કોઈ સંદેશ આપે છે. પ્રત્યેક તહેવારને કંઈક ને કંઈક અગત્યનું સૂચવવાનું હોય છે. બને છે એવું કે ઘણા તહેવારોની અગત્યને આપણે સાચા અર્થમાં કાં તો જાણતા હોતા નથી કે પછી ઘણીવાર ઘણા તહેવારોનું ઔચિત્ય સમજાય એવું સ્પષ્ટ હોવા છતાં આપણે એની તરફ બેધ્યાન હોઈએ છીએ. એને કારણે મોટે ભાગે તહેવારોની ઉજવણી ઔપચારિક બની જાય છે. આપણા લોકજીવન સાથે વણાયેલા ઉત્સવો તો ‘સાપ ગયા ને લિસોટા રહ્યા' ની જેમ માત્ર બાહ્ય ઉપચાર જેવા બની ગયા છે.

ઉત્સાહવર્ધક – આર્થિક – સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો:-

ભારત દેશમાં લોકો દ્વારા ઉજવાતા ઉત્સવો ભાતીગળ પ્રકારના છે. એમાં ધાર્મિક-સામાજિક-પ્રાકૃતિક- સાંસ્કૃતિક રાષ્ટ્રીય વગેરે પ્રકારના તહેવારોની ઉજવણી થાય છે.

ધાર્મિક તહેવારોમાં પણ ઘણું બધું વૈવિધ્ય છે. ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. એમાં જુદા જુદા ધર્મ પાળનાર લોકો એક સાથે મળી સંપીને રહે છે. પોતાને પ્રિય-અનુકૂળ-પરંપરાગત ધર્મ પાળે છે અને એ ધર્મને લગતા જે જે તહેવારો આવે એને ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવે છે.

હિંદુ લોકો મુખ્યત્વે જન્માષ્ટમી, શિવરાત્રિ, રામનવમી, નવરાત્રિ, દશેરા, દિવાળી જેવા તહેવારો ઉજવે છે. શ્રી હરીન્દ્ર દવે હિંદુઓના ધાર્મિક તહેવારો અને એમાંય દિવાળીના તહેવારની વાત કરતાં કહે છે : 'કૃષ્ણજન્મ, બુદ્ધજયંતી, નાતાલ વગેરે ધાર્મિક ઉત્સવો છે. દિવાળી કદાચ આ સૌમાં બિનસાંપ્રદાયિક ઉત્સવ છે. એમાં દીવાઓનું મહત્ત્વ છે. ઉજાશનો મિહમા છે. પ્રકાશનું પર્વ છે, ધાર્મિક કથાઓની બાદબાકી કરીને દિવાળીને દષ્ટિમાં લઈને તો એ કેવળ ઉજાળાનું પર્વ છે, મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદ, બકરી ઈદ, જેવા તહેવારો ઉજવે છે તો ખ્રિસ્તીભાઈઓ નાતાલ અને ગુડફ્રાઈડે જેવા તહેવારો તથા જૈનો પર્યુષણ, પારસીઓ પતેતી અને શીખો વૈશાખી જેવા ધાર્મિક તહેવાર શ્રદ્ધા-ઉમંગથી ઉજવે છે.

ધાર્મિક તહેવારોની જેમ ભારતમાં કેટલાક સામાજિક તહેવારો પણ ઉજવાય છે. રક્ષાબંધન - ભાઈબીજ - ઉત્તરાયણ એ તહેવારો એવા છે જેનું ધાર્મિક કરતાં સામાજિક મૂલ્ય વધારે છે.

સાંસ્કૃતિક તહેવારો આપણી લોક સંસ્કૃતિ, કલા વગેરેને જીવંત બનાવે છે. નવરાત્રિનો તહેવાર એવો આ તહેવારમાં માતાજીને નિમિત્ત બનાવીને આસોની એકમથી નોમ સુધી રોજ ગરબા ગવાય છે અને એ રીતે આપણી સાંસ્કૃતિક પરંપરા જીવંત રહે છે.

સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન કે ગાંધીજયંતિ જેવા તહેવારોનું રાષ્ટ્રીય મહત્ત્વ ઘણું બધું છે. રાષ્ટ્રીય ગૌરવ વધારતા આવા તહેવારોનું મૂલ્ય પણ ઓછું નથી.

ઉત્સવો ઉજવવાની પદ્ધતિ દ્વારા પણ આપણને ઘણું બધું જાણવા શીખવા મળે છે. જેમ કે મકરસંક્રાતિનિ તલસાંકળી આપણને તલનો સ્નેહ અને ગોળની આંતરબાહ્ય મીઠાશી મેળવણી જીવનને માટે કેવી ઉપકારક બની રહે તે શીખવે છે, તો રક્ષાબંધન - શ્રાવણી પૂનમનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પરસ્પર નિર્વ્યાજ સ્નેહ અને ભાઈની બહેન તરફની રક્ષાની ભાવનાને સૂચવે છે - શીખવે છે. મહાશિવરાત્રિનો તહેવાર પ્રાણી માત્ર પ્રત્યેનું દયા-આદરનો ભાવ શીખવે છે.

સ્વાસ્થ્યવર્ધક:-

તહેવારો માણસના સામાજિક જીવનને ઘનિષ્ટ બનાવે છે. એ રોજિદા જીવનની ધટમાળમાંથી થોડો સમય માણસને મુક્ત કરીને નવતર જીવન તરફ તો લઈ જ જાય છે પણ સાથે સાથે એકબીજાને ઉષ્માથી મળતા-માણસ વચ્ચેનું અંતર પણ ઓછું કરે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં હોળી, ધુળેટી અને દિવાળીને વાવણી-કાપણી લણણી સાથે પણ સબંધ છે.

તહેવારો સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ બનતા હોય છે. જેમ કે ફાગણમાં આવતી હોળીના સમયે ધાણી-ચણા-ખજૂર ખાવાનું માહાત્મ્ય એટલા માટે છે કે એ ગાળો ઋતુગત રીતે કફવર્ધક હોવાથી ધાણી-ચણા ખજુર ખાવાથી કફનો નાશ થાય છે.

ઉપસંહાર:-

ટૂંકમાં, આપણા ઉત્સવો આપણને ચીલેચલુ જીવનની રોજિંદી જીવનરીતિમાંથી નાવિન્ય તરફ લઈ જાય છે.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement