નિબંધ માળા - નિબંધ લેખન | Essay in Gujarati | Nibandh | NibandhMala

નિબંધ લેખન | Essay in Gujarati | Nibandh | Gujarati Paragraph ગુજરાતી નિબંધ એ ગદ્ય લેખનનો એક પ્રકાર છે, અહીં તમે દરેક વય જૂથના નિબંધ વાંચી શકો છો અને નિબંધ લેખન પણ શીખી શકો છો.

હોળી વિશે નિબંધ | હોળી નિબંધ ગુજરાતી | holi nibandh in gujarati | essay on holi in gujarati

essay on holi in gujarati

 

હોળી નો તહેવાર ફાગણ મહિનાની પૂનમને દિવસે આવે છે.

પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. તેના પિતાને તે ગમતું ના હતું. તેમણે પ્રહલાદ ને મારી નાખવા તેની બહેન હોલિકા ને કહ્યું. હોલિકા પાસે એક ચુંદડી હતી. હોલિકા એ ચુંદડી ઓઢીને ચિતામાં બેસે તો આગ તેને બાળી શકે નહીં,એવું વરદાન તેને હતું. હોલિકા પ્રહલાદ ને ખોળામાં લઈ ચિતામાં બેઠી. પણ હોલિકા બળી મારી અને પ્રહલાદ બચી ગયો. ત્યારથી લોકો આ તહેવાર ઉજવે છે.

હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. સાંજે લોકો લાકડા અને છાણાં ભેગા કરીને હોળી પ્રગટાવે છે. લોકો ધાણી ચણા થી હોળી નું પૂજન કરે છે. પછી મિષ્ટાન્ન જમે છે.

હોળી નો બીજો દિવસ એટ્લે ધૂળેટી. ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગ કે ગુલાલ છાંટી આનદ કરે છે. હોળી રાજસ્થાનીઓ નો મોટો તહેવાર છે. તે હોળીના તહેવાર ઉજવવા તેમના વતનમાં જાય છે. તેઓ કહે છે કે,

''દિવાળી તો અઠેકઠે (ગમે ત્યાં), પણ હોળી તો ઘરે.''

હોળી આપણો ધાર્મિક તહેવાર છે.

Author Profile

About Nibandhmala | નિબંધમાળા

ગુજરાતી નિબંધ એ ગદ્ય લેખનનો એક પ્રકાર છે, અહીં તમે દરેક વય જૂથના નિબંધ વાંચી શકો છો અને નિબંધ લેખન પણ શીખી શકો છો. - નિબંધ માલા