મારી શાળા નું નામ ઉપવન પ્રાથમિક શાળા છે.
મારી શાળા રાજકોટ માં આવેલી છે.
મારી શાળા નું મકાન ચાર માળ નું છે. તેમાં અઢાર ઓરડા છે. દરેક ઓરડો મોટો અને હવા ઉજાશ વાળો છે. દરેક ઓરડા માં બે પંખા છે. મારી શાળા માં એક પુસ્તકાલય અને એક વિજ્ઞાનખંડ છે.
મારી શાળાના આગળના ભાગમાં નાનો બગીચો છે. પાછળના ભાગમાં રમતનું મોટું મેદાન છે. તેમાં અમે જુદી જુદી રમતો રમીએ છીએ.
મારી શાળામાં ધોરણ 1થી7 ના ચવુદ વર્ગો છે. મારી શાળાના આચાર્ય નું નામ પ્રકાશભાઈ છે. તે ખૂબ પ્રેમાળ છે. મારી શાળાના શિક્ષકો અમને ખૂબ સારું ભણાવે છે. તે અમને નાટક, ગરબા, અભિનય ગીતો વગેરે શીખવે છે. અમને શાળા માથી વર્ષ માં એક વાર પ્રવાસ પણ લઈ જાય છે.
હું શાળામાં હોંશે હોંશે ભણવા પણ જાવ છું. મને મારી શાળા બહુ ગમે છે.